મર્ડર@રાજકોટ: પત્નિનો હાથ પકડતા મિત્રએ જ કરી મિત્રની ક્રૂર હત્યા, જાણો શું છે સમગ્ર મામલો ?
અટલ સમાચાર, ડેસ્ક
રાજકોટમાં એક મિત્રએ જ બીજા મિત્રની હત્યા કર્યાની ઘટના સામે આવી છે. વિગતો મુજબ સોહિલ રજાકભાઈ મેમણ નામના યુવાનની તિક્ષણ હથિયારના ઘા ઝીંકી હત્યા નીપજાવવામાં આવી હોવાનું સામે આવ્યું છે. ત્યારે સમગ્ર મામલે પોલીસે આઈપીસીની કલમ 302 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
રાજકોટ શહેરના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ઘંટેશ્વર 25 વારીયા ટેનામેન્ટ સોસાયટીમાં મિત્રના હાથે જ મિત્રની હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલાની જાણ થતા ગાંધીગ્રામ પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી. ઘટના સ્થળ પર દોડી ગયેલી પોલીસે જરૂરી પંચનામાની કાર્યવાહી પૂર્ણ કરી હતી. તેમજ મૃતકની લાશને પોસ્ટ મોર્ટમ અર્થે પીએમ રૂમ ખાતે ખસેડી પીએમની કાર્યવાહી પૂર્ણ કરાવી હતી. પીએમ પૂર્ણ થઈ ગયા બાદ લાશને તેમના પરિવારજનોને સોંપવામાં આવી હતી.
સૂત્રોએ જણાવ્યું હતું કે, મળતી માહિતી મુજબ મૃતક અને હત્યા નીપજાવનાર યુવાન એક જ લતાના રહેવાસી હોવાનું જાણવા મળી રહ્યું છે. ચર્ચાતી વાત મુજબ મૃતક સોહિલ મેમણે આરોપી પ્રકાશ ઉર્ફે બકુલ નથુભાઈ સોલંકીની પત્નીનો હાથ પકડી લેતા બોલાચાલી થઇ હતી. ઉગ્ર બનતા આરોપી પ્રકાશ સોલંકી દ્વારા બોથડ પદાર્થ દ્વારા સોહીલ મેમણને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો.