દુર્ઘટના@ધાનેરા: મકાનમાં અચાનક ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયો, બે લોકોને ગંભીર ઈજા
અટલ સમાચાર, ડેસ્ક
બનાસકાંઠાના ધાનેરામાં એક રહેણાંક મકાનમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા બે લોકોને ગંભીર ઈજાઓ થઈ છે. ધાનેરાની મધુસુદન વીલામાં આવેલા રહેણાંક મકાનમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો. જેમાં રસોડામાં વ્યાપક નુકસાન થયુ છે. જ્યારે બે લોકોને ગંભીર ઈજા થઈ છે. જેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે. બંને શરીરે દાઝી જતા સારવાર હાથ ધરાઈ છે. ધડાકાભેર બાટલો ફાટવાને લઈ ઘરને પણ મોટું નુક્સાન થયું છે.
ધાનેરાની મધુસુદન વીલામાં આવેલા રહેણાંક મકાનમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયા બાદ ઘરની દિવાલોમાં મોટી તિરાડો સર્જાઈ ગઈ હતી. હાલ બન્નેની સ્થિતિ સુધારા પર છે. ઘટનાની જાણ થતાં પોલીસ કર્મચારીઓ સહિતના અધિકારીઓની ટીમ સ્થળ પર પહોંચી હતી. ગેસનો બાટલો કઈ રીતે ફાટ્યો, કંઈક લીકેજ હતું કે શું? તે અંગે હાલ તપાસ હાથ ધરવામાં આવી છે, રિપોર્ટ આવ્યા પછી જ ખબર પડશે કે આ દુર્ઘટના કઈ રીતે સર્જાઈ હતી.