દુર્ઘટના@સુરત: જમીન પર સૂતેલા માસૂમ ભાઈ બહેન પર કાર ફરી વળતા બાળકીનું મોત

 
Surat

અટલ સમાચાર, ડેસ્ક

સુરતના સચિનમાં જમીન પર સૂતેલા માસૂમ ભાઈ બહેન પર કાર ફરી વળતા બાળકીનું મોત નીપજ્યું છે. બાંધકામ સાઈટ ઉપર જમીન પર સુતેલા માસુમ ભાઈ-બહેનોને કાર ના ચાલકે કચડી મારતા 4 માસની દીકરીનું કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે આ દુર્ઘટનામાં માસુમ ભાઈનો ચમત્કારિક બચાવ થયો હતો. આજે સવારે બનેલી ઘટના બાદ માસૂમ દીકરીનો મૃતદેહ લઈને સિવિલ આવેલા પરિવારે કહ્યું કે એક મહિના પહેલા જ રોજગારીની શોધમાં સુરત આવ્યા હતા.

મતકના પિતાએ કહ્યું કે, બાંધકામમાં મજૂરી કરી રોટલો ખાતા હતા. ઘટના આજે સવારની હતી. માતા-પિતા પોતાના બે માસુમ સંતાનોને જમીન પર સુવડાવી કામ કરી રહ્યા હતા. ત્યારે એક કારનો ચાલક જમીન પર સુતેલા માસૂમ બાળકોને કચડી ગયો હતો. જેમાં 4 મહિનાથી દીકરી જવીનાનું ગંભીર ઇજાને કારણે મોત નિપજ્યું હતું. જ્યારે માસુમ દીકરાનો ચમત્કારિક બચાવ થયો હતો. મેડિકલ ઓફિસરે કહ્યું કે, ઘટના લગભગ સવારે બની હતી. ત્યારબાદ મૃતદેહ બપોરે 2:45 વાગે સિવિલ લાવવામાં આવ્યો હતો. બાંધકામ સાઈટ ઉપર સુતેલા બે બાળકો ઉપર કાર ફરી વળતા દીકરી કચડાઈ ગઈ હતી. જ્યારે બીજું બાળક દીકરો ચમત્કારિક રીતે બચી ગયો હતો. પરિવાર મધ્ય પ્રદેશનું રહેવાસી છે અને મજૂરી કામ કરવા સુરત આવ્યુ હોવાનું જાણવા મળ્યું છે.