ધાર્મિક@અંબાજી: આજે પોષી પૂનમે મા અંબાના પ્રાગટ્ય દિવસે ભવ્ય શોભાયાત્રા નીકળશે
અટલ સમાચાર, ડેસ્ક
અંબાજીમાં આજે મા અંબાનો પ્રાગટ્ય દિવસની ભારે હર્ષોલ્લાસ ભેર ઉજવણી થશે. સવારથી મંદિરમાં યોજાનાર મહા શક્તિ યાગનું સૌ પ્રથમ વાર જીવંત પ્રસારણ સોશિયલ મિડિયાના પ્લેટફોર્મ થકી વિશ્વભરમાં વસતા માઈ ભક્તોને જોવા મળશે. પુનમે વહેલી સવારે સાત વાગે મંદિર ચાચર ચોકમાં મહા શક્તિ યાગનો પ્રારંભ કરાશે.
અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને જિલ્લા કલેકટર વરુણ બરનવાલના યજમાન પદે પ્રારંભ થનાર લોક કલ્યાણ અર્થેના મહા શક્તિ યાગનું સૌપ્રથમ વાર મંદિરની ઓફિશિયલ વેબસાઈટ પર જીવંત પ્રસારણ કરાશે.ચાચર ચોકમાં મહાશક્તિ યજ્ઞમાં કરાશે જેમાં 51 યજમાનોની નોંધણી થઈ છે. સવારે 8 કલાકે મુખ્ય શક્તિ પીઠ ગબ્બરથી માતાજીની જ્યોત યાત્રાનીજ મંદિર પહોંચશે. સાડા દસ વાગ્યા બાદ શક્તિ દ્વારથી હાથી ઉપર માં અંબાની માતાજીની શાહી સવારી,39 કરતાં વધુ વિવિધ સાંસ્કૃતિક ઝાંખીઓ સાથેની શોભાયાત્રા નગર યાત્રા માટે પરિભ્રમણ કરશે. જ્યાં સુખડીના પ્રસાદ સાથે માર્ગ પર ઠેર ઠેર ભાવિકો દ્વારા સ્વાગત અને વિવિધ પ્રસાદનું વિતરણ કરાશે.
આ સાથે મંદિર ખાતે ભકતોને બૂંદીનો પ્રસાદ વિતરણ કરવા સાથે અંબિકા ભોજનાલયમાં પણ માતાજીના રાજ ભોગ સમા મિષ્ટાન સાથેનું ભોજન પણ વિના મૂલ્યે ભકતોને પીરસાશે. આ વર્ષે પોષી પૂનમથી જય અંબે મંત્ર લેખન પુસ્તિકા મંદિરના ધાર્મિક સાહિત્ય વેચાણ કેન્દ્ર પરથી ઉપલબ્ધ કરાશે. ઉપરાંત શાકભાજીનો અન્નકૂટનું LED અને YouTube ચેનલ મારફતે જીવંત પ્રસારણ કરવામાં આવશે.