કાર્યવાહી@તાપી: પશુધન નિરિક્ષક 10 હજારની લાંચ લેતા ઝડપાયો, ACB એક્શનમાં આવતા લાંચિયા અધિકારીઓમાં ફફડાટ

 
Tapi ACB

અટલ સમાચાર, ડેસ્ક

રાજ્યમાં ACBએ વધુ એક લાંચિયા અધિકારીની ધરપકડ કરી છે. તાપીમાં પશુધન નિરિક્ષક તરીકે કાર્યરત અધિકારીએ પશુપાલકને કહ્યું હતું કે, જો પ્રમાણપત્ર અને કાનકડી જોઈતી હોય તો લાંચ આપવી પડશે, નહીંતર તમારું કામ નહીં થાય. આમ પહેલા અધિકારીએ 28 હજારની લાંચ માંગી હતી, ત્યારબાદ ભારે રકઝક થયા પછી 10 હજારમાં અધિકારી માની ગયો હતો. પશુપાલકે ત્યારબાદ ACBનો સંપર્ક કર્યો હતો.ACB ફૂલ એક્શન મોડમાં આવી ગયું હતું. 

વિગતો મુજબ બકરા સહાય અંતર્ગત ખેડૂતેં આઈ પોર્ટલ પર અરજી કરી હતી, જેમાં સરકાર તરફ થી 50 ટકા સહાય આપવામાં આવે છે, તે યોજનામાં લાંચિયા અધિકારી એ બકરાઓની કાનકડી તેમજ પ્રમાણપત્ર આપવા પેટે માંગી હતી. ACBએ સમગ્ર મામલાને ધ્યાનમાં રાખીને છટકું ગોઠવ્યું હતું. નક્કી કરેલા સ્થળ પર ACBના અધિકારીઓ ગોઠવાઈ ગયા હતા અવે લાંચિયા અધિકારી કિરણકુમાર છગનભાઈ ચૌધરીને 10 હજારની રકમ સાથે રંગે હાથો ઝડપાઈ ગયા હતા. અધિકારીને લાંચની મલાઈ ખાવી ભારે પડી છે. હાલ લાંચિયા અધિકારીની પૂછપરછ ચાલી રહી છે.