ધરતીકંપ@સુરત: મોડીરાત્રે 3.8ની તીવ્રતાનો ભૂકંપ, કેન્દ્ર બિંદુ 27 કિમી દૂર, ડરનો માહોલ

 
Bhukamp

અટલ સમાચાર, ડેસ્ક રાજ્યમાં કચ્છ, સૌરાષ્ટ્ર બાદ હવે સુરતમાં ભૂકંપનો આંચકો આવ્યો છે. સુરતમાં મોડી રાત્રે 3.8ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો. રાત્રે 12.52 વાગ્યે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.જ્યારે સુરતથી 27 કિમી દૂર ભૂકંપનું કેન્દ્ર બિંદુ નોંધાયું હતું. ભૂકંપના હળવા આંચકાથી લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. અગાઉ સાવરકુંડલા, કચ્છમાં પણ આવી ભૂકંપના આંચકા ચૂક્યા છે.

ત્રણ દિવસ અગાઉ કચ્છના ભચાઉમાં રાત્રે 9 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતાં. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તિવ્રતા 3.0 જણાઈ હતી. કેન્દ્રબિંદુ ભચાઉથી 24 કિ.મી દૂર હોવાનું પણ જાણવા મળ્યું હતું. જ્યારે તેના બીજી દિવસે ફરીવાર કચ્છમાં બપોરે 1 વાગ્યાને 45 મિનિટે ભૂકંપનો આંચકો આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર 3.0ની તીવ્રતા નોંધાઈ હતી. જ્યારે તેનું કેન્દ્રબિંદુ દૂધઈથી 19 કિ.મી દૂર હોવાનું જાણવા મળ્યું હતું. 11મી જાન્યુઆરીએ સવારે 10.57 વાગ્યે કચ્છના ભચાઉમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતાં. 2.9ની તીવ્રતાનો ભૂકંપ આવતાં જ લોકો ઘરની બહાર દોડી ગયા હતા.