બ્રેકિંગ@ગુજરાત: આખરે જંત્રીમાં કરાયેલો વધારાને લઈ મોટો નિર્ણય, નવો ભાવ વધારો આ તારીખથી અમલી

 
Bhupendra Patel

અટલ સમાચાર, ડેસ્ક

રાજ્યમાં જંત્રીના દરમાં બમણો વધારો કરવાના સરકારના નિર્ણય બાદથી જ બિલ્ડરો નારાજ છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા બિલ્ડરોની નારાજગીને જોતા હવે જંત્રી દરમાં વધારાના અમલનો નિર્ણય હાલ પુરતો મોકૂફ રાખવામાં આવ્યો છે. એટલે કે 4 ફેબ્રુઆરી 2023ના રોજથી આ જંત્રી વધારો વસૂલવામાં નહીં લેવામાં આવે. તેની જગ્યાએ આ નિર્ણયનો અમલ હવે 15 એપ્રિલ 2023ના રોજથી કરાશે.