દુ:ખદ@સુરત: બીમારીને કારણે કંટાળીને પરિણીતાએ દીકરીને ગળેફાંસો આપી પોતે પણ કર્યો આપઘાત
અટલ સમાચાર, ડેસ્ક
સુરત શહેરના મોટા વરાછા વિસ્તારમાં એક મહિલાએ બીમારીથી કંટાળી પોતાની ત્રણ વર્ષની દીકરીને ગળે ફાંસો આપી તેની હત્યા કર્યા બાદ પોતે પણ આત્મહત્યા કરી છે. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. જો કે, ઘટનાની જાણ થતા સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. આ ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી.
સુરતમાં સતત આપઘાતની ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે સુરતના મોટા વરાછા વિસ્તારમાં શ્રીમંત બિલ્ડિંગમાં રહેતા પરિવારમાં પુત્રી અને પરિણીતાએ આપઘાત કરી લેતા સમગ્ર વિસ્તારમાં ચાર મચી જવા પામી હતી. જો કે, પરિવારમાં રહેતી પરિણીતા છેલ્લા લાંબા સમયથી બીમારી હતી અને આ બીમારીથી કંટાળીને આપઘાત કરવાનું પોલીસને પ્રાથમિક તપાસમાં આવ્યું છે.
આ મહિલાએ આપઘાત કરતાં પહેલાં ત્રણ વર્ષની પુત્રીને ગળે ફાંસો આપી તેની હત્યા કરી નાખી હતી. જો કે, પરિણીતાએ આપઘાત પહેલાં એક સ્યૂસાઇડ નોટમાં બીમારીથી કંટાળી જઈ આ પગલું ભરવાનું ઉલ્લેખ કર્યો હતો. જો કે, પરિણીતાના આ પગલાંને લઈને સમગ્ર વિસ્તારમાં ચર્ચાએ જોર પકડ્યું હતું. પરિણીતાના આપઘાતને કારણે સમગ્ર પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. જો કે, પોલીસે હાલ આ મામલે પરિણીતા પર હત્યાનો ગુનો અને આપઘાતનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.