કવાયત@અમદાવાદ: ડ્રગ્સના વધતાં દુષણને લઈ રાજ્ય પોલીસ વડા સાથે ક્રાઈમ બાન્ચના અધિકારીઓની બેઠક
અટલ સમાચાર, ડેસ્ક
રાજ્યમાં તેમજ અમદાવાદ શહેરમાં ડ્રગ્સના દૂષણની સામે અમદાવાદ શહેર પોલીસ યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવે છે. અમદાવાદ પોલીસ અને DRI દ્વારા હાલમાં જ આશરે રૂ.500 કરોડનું ડ્રગ્સ પકડી પાડવામાં આવ્યું છે. રાજ્યના પોલીસ વડાએ અમદાવાદ પોલીસ કમિશનર અને ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ સાથે બેઠક કરી તેમના કાર્યને બિરદાવ્યું હતું.
અમદાવાદ પોલીસ કમિશ્નર જી.એન.મલિકે કહ્યું કે, રાજ્ય તેમજ શહેરમાં ડ્રગ્સનું દુષણ વધી રહ્યું છે તે ચિંતાજનક બાબત છે. આ માટે ડ્રગ્સના દૂષણની સામે અમદાવાદ શહેર પોલીસ યુદ્ધના ધોરણે કામગીરી કરશે અને તેમાં સફળ પણ થશે.
નોંધનીય છે કે, રાજ્યના પોલીસવડા વિકાસ સહાયે અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચની મુલાકાત લીધી હતી. અમદાવાદ શહેર પોલીસ કમિશનર અને ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ સાથે રૂ.500 કરોડના ડ્રગ્સના મુદ્દે ચર્ચા કરી હતી. આ સાથે જ પોલીસવડા વિકાસ સહાયએ ક્રાઈમ બ્રાન્ચની મુલાકાત દરમિયાન મહારાષ્ટ્રમાં કરેલ ઓપરેશનને પોલીસ વડાએ બિરદાવ્યું હતું. સાથે ડ્રગ્સનું દુષણ અટકાવવા જરૂરી પગલાં ભરવા માટે પણ સૂચના આપી હતી.