દુ:ખદ@પાટણ: બાથરૂમમાં ન્હાવા જતા આધેડને હાર્ટએટેક આવતા મોત, પરિજનોમાં ભારે આક્રંદ

 
Heart Attack Patan

અટલ સમાચાર, ડેસ્ક

પાટણમાં એક પુરુષને હાર્ટ એટેક આવતા મોત નિપજ્યું છે. મળતા અહેવાલ પ્રમાણે જેમની ઓળખ રાજુ ભાઈ પ્રજાપતિ તરીકે થઈ છે. પ્રાથમિક વિગત પ્રમાણે રાજુભાઈને બાથરૂમમાં હાર્ટ અટેક આવ્યો હતો, પુરુષની અચાનક બાથરૂમમાં તબિયત લથડતાં ત્યાંજ ઢળી પડ્યો હતો. પરિવારજનો તેમનેહોસ્પિટલ લઇ ગયા હતા,પરંતુ ફરજ પર હાજર તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. 

ગુજરાતમાં હાર્ટએટેકના વધતા મામલોમાં ઉત્તરોતર વધારો થઈ રહ્યો છે. તો બીજી તરફ પુરુષનું અકાળે મોત નિપજતા પરિવારમાં આક્રંદનો માહોલ છવાયો હતો. મહત્ત્વનું છે કે છેલ્લા ઘણાય સમયથી યુવાનો ,વડીલો, કિશોર અને મહિલાઓમાં પણ હાર્ટએટેકના કિસ્સાઓ વધી ગયા છે.ક્યાંક કોઈ ગરબે રમતા ઢળી પડે છે, તો ક્યાંક કોઈને અચાનક જ છાતીમાં દુખાવો થઈ જાય છે.