દુર્ઘટના@મહેસાણા: અજાણ્યા વાહનચાલકે આધેડને અડફેટે લેતા ઘટનાસ્થળે મોત

 
Santhal Police

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાતમાં સતત અકસ્માતોની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. આ બધાની વચ્ચે આજે મહેસાણા તાલુકામાં અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં રસ્તા પરથી પસાર થતાં એક આધેડને અજાણ્યા વાહનચાલકે અડફેટે લેતા તેમનું કરુણ મોત થયું છે. જોકે અકસ્માત સર્જીને અજાણ્યો વાહનચાલક અકસ્માત સર્જીને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. 

મહેસાણામાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. અજાણ્યા વાહનચાલકની ટક્કરે એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. દેવીનાપુરાથી મીઠા જતાં રસ્તા પર અજાણ્યા વાહનચાલકે આધેડને અડફેટે લીધા હતા. અડફેટે લેતા આધેડનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. અડફેટે લઇ અજાણ્યો વાહનચાલક ફરાર થઇ ગયો હતો. અજાણ્યા વાહનચાલક સામે સાંથલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.