આનંદો@અમદાવાદ: આજથી મેટ્રોસિટીના આ રૂટ પર દોડશે આધુનિક ડબલ ડેકર બસ

 
Dubble Deacker Bus

અટલ સમાચાર, ડેસ્ક

અમદાવાદીઓ માટે ખુશીના સમાચાર છે. શહેરના નાગરિકોને હવે AC EV ડબલ ડેકર બસની ભેટ મળી છે. અમદાવાદના રસ્તાઓ પર ફરી એકવાર ડબલ ડેકર બસ દોડશે. આજથી પ્રથમ ડબલ ડેકર બસ વાસણાથી સારથી બંગલોના રૂટ પર દોડશે. આ બસ અત્યાધુનિક સુવિધાઓથી સજજ છે.

અમદાવાદ શહેરમાં કુલ 7 ડબલ ડેકર બસની સેવા શહેરીજનોને મળશે. જે પૈકી પહેલી બસ આજથી શરૂ થઈ છે. પહેલી ડબલ ડેકર બસ વાસણા ટર્મિનલથી સારથી બંગલોના રૂટ પર દોડશે. જમાલપુર ડેપોથી મેયર પ્રતિભા જૈન દ્વારા આ બસને લીલી ઝંડી બતાવવામાં આવી હતી. એક ટ્રીપમાં 60 જેટલા મુસાફરો બસમાં મુસાફરી કરી શકશે. લગભગ 32 વર્ષ બાદ AMTS માં ફરી ડબલ ડેકર બસનો સમાવેશ કરવામાં આવ્યો છે. શહેરની ટ્રાફિક સમસ્યાને પહોંચી વળવા અને નાગરિકો સરકારી ટ્રાન્સપોર્ટનો વધુ ઉપયોગ કરે તે હેતુથી AMTS ના કાફલામાં લગભગ ત્રણ દાયકા બાદ ડબલ ડેકર બસનો સમાવેશ કરવામાં આવ્યો છે.

AMTS એ તેના કાફલામાં હાલ 7 ડબલ ડેકર બસનો સમાવેશ કર્યો છે. ત્યારે પહેલી બસ સૌથી વધુ પેસેન્જર મળી રહે તેવા રૂટ પર શરૂ કરવામાં આવી છે. આજથી વાસણા ટર્મિનલથી સારથી બંગલોના રૂટ પર પહેલી ડબલ ડેકર બસ દોડશે. આ ડબલ ડેકર બસ અત્યાધુનિક સુવિધાઓથી સજજ છે. બસમાં એસી, સીસીટીવી કેમેરા, ફાયર સેફ્ટી જેવી સુવિધાઓ છે. આ બસ ઇલેક્ટ્રિક છે. જોકે ભાડા અંગે હાલ માહિતી સામે આવી નથી. એએમટીએસ તબક્કાવાર રીતે અન્ય રૂટ પર ડબલ ડેકર બસની સેવા શરૂ કરશે.