ઉત્સાહ@અયોધ્યા: રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠા માટે માત્ર 84 સેકેન્ડનું જ મુહૂર્ત, દિગ્ગજો પહોંચ્યા રામનગરી
અટલ સમાચાર, ડેસ્ક
અયોધ્યા આજે ભવ્ય છે. અલૌલિક છે અને રામધુનથી ગુંજી રહી છે. બીજી બાજુ, દેશ જ નહીં વિદેશોમાં ભજન-કીર્તન અને પૂજા થઈ રહી છે. કેમ કે આજે અયોધ્યાના નવા મંદિરમાં ભગવાન શ્રીરામની પ્રાણપ્રતિષ્ઠા થશે. દેશ-વિદેશના અનેક અતિથી પહોંચી ગયા છે. તેમાં સંઘ પ્રમુખ મોહન ભાગવત, પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પૂર્વ ઉપ રાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂ, મુકેશ-નીતા અંબાણી, ગૌતમ અદાણી, અમિતાભ બચ્ચન, રજનીકાંત સામેલ છે. પીએમ નરેન્દ્ર મોદી સવારે 10 વાગીને 20 મિનિટ પર અયોધ્યા પહોંચશે.
સોમવારે સવારે સમારોહની શરૂઆત મંગળ ધ્વનિ સાથે થશે. વિવિધ રાજ્યોથી 50થી વધારે વાદ્યયંત્ર સવારે 10 વાગ્યાથી તેમની કૃતિઓ રજુ કરશે. પ્રાણપ્રતિષ્ઠા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંદિર બનાવનાર શ્રમિકો સાથે મુલાકાત કરશે. કુબેર ટીલા જઇને ભગવાન શિવનું પૂજન કરશે. સાંદે દીપ પ્રગટાવીને દેશભરમાં ફરી દીવાળી ઊજવવામાં આવશે.
આજે અયોધ્યામાં રામ મંદિરમાં રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા માટે 84 સેકેન્ડનું મુહૂર્ત હશે. આ કાશીના જ્યોતિષાચાર્ય પંડિત ગણેશ્વર શાસ્ત્રી દૃવિડે જણાવ્યું છે. શુભ મુહૂર્તનો આ સમયગાળો માત્ર 84 સેકેન્ડનો છે. 12 વાગીને 29 મિનિટ 8 સેકેન્ડથી શરૂ થશે અને 12 વાગીને 30 મિનિટ 32 સેકેન્ડ સુધી રહેશે.