ઘટના@સુરત: શાળાએથી બાળકોને લઈને નીકળેલી મહિલાની મુસ્લિમ યુવકે કરી છેડતી, જાણો પછી શું થયું ?

 
Surat

અટલ સમાચાર, ડેસ્ક

સુરતના ઇચ્છાપોરમાં બે સંતાનને સાથે પગપાળા ઘરે જઇ રહેલી માતાનો અજાણ્યા યુવાને જાહેરમાં પીઠ ઉપર હાથ ફેરવી બિભત્સ હરકત કરી 5 વર્ષના પુત્રનું અપહરણનો પ્રયાસ કર્યો હતો. જો કે ઘર નજીક પહોંચેલી મહિલાએ બૂમાબૂમ કરતા સિક્યુરીટી ગાર્ડે નરાધમ વિધર્મીને પકડીને પોલીસને હવાલે કર્યો હતો.

ઇચ્છાપોર ગામ વિસ્તારમાં રહેતી પરપ્રાંતિય 29 વર્ષીય રચના (નામ બદલ્યું છે) ગત બપોરે ધો.2 માં અભ્યાસ કરતી પુત્રી અને જુ.કે.જીમાં અભ્યાસમાં કરતા 5 વર્ષના પુત્ર વિરાટ (નામ બદલ્યું છે) ને સ્કૂલેથી પગપાળા ઘરે જઇ રહી હતી. ત્યારે લઇ ભેંસાણથી ઇચ્છાપોર રોડ પર અજીતભાઇના ઢાબા પાસે પાછળથી એક યુવાન ઘસી આવી રચનાની પીઠ ઉપર હાથ ફેરવતા તેણી ચોંકી ગઇ હતી.

રચનાએ તુરંત જ આપને એસા કિયુ કીયા તો તેનો કો જવાબ આપ્યો ન હતો અને નજીકમાં પતરાના ગેરેજ પાસે પાર્ક બાઇક પાસે જઇ બેસી ગયો હતો. રચના ડરી જતા ઘર તરફ બંને સંતાનને લઇને ચાલવા લાગી હતી પરંતુ નરાધમે વિરાટનો હાથ પકડી ખેંચી જવાનો પ્રયાસ કર્યો હતો. જો કે ઘર નજીક હોવાથી રચનાએ બુમાબુમ કરતા જાહેરમાં બિભત્સ હરકત કરનાર અબ્દુલ લતીફ જમશેરખાન શેખ (રહે. સ્વાગત રેસીડન્સીની બાજુમાં પતરાના ગેરેજમાં, ઇચ્છાપોર) ને સિક્યુરૂટી ગાર્ડે પકડીને પોલીસને હવાલે કર્યો હતો.