સવલત@અંબાજી: ભાદરવી પૂનમના મહામેળાને લઈ 'નો પાર્કિંગ ઝોન' જાહેર કરાયો, જાણો અહીં
અટલ સમાચાર, ડેસ્ક
આગામી તારીખ 23/09/2023થી તારીખ 29/09/2023 સુધી અંબાજી મુકામે ભાદરવી પૂનમનો મહામેળો ભરાવાનો છે. આ મેળામાં મોટી સંખ્યામાં ભાવિક ભકતો-યાત્રાળુઓ અંબાજી મુકામે આવતા હોય છે. તથા સમગ્ર જિલ્લામાંથી પગપાળા યાત્રાળુઓ અને સંઘો આવતા હોય છે. જેથી અંબાજી ટાઉન તેમજ આસપાસના માર્ગો યાત્રાળુઓથી ભરચક રહે છે.
અંબાજી આવતા યાત્રિકોને કોઇ અગવડ ન પડે તે માટે વરૂણકુમાર બરનવાલ (આઇ.એ.એસ) જિલ્લા મેજીસ્ટ્રેટ, બનાસકાંઠા, પાલનપુરને ગુજરાત પોલીસ અધિનિયમ 1951ની કલમ-33(1) ના ખંડ(સી) અન્વયે મળેલી સત્તાની રૂએ સમગ્ર અંબાજી ટાઉન વિસ્તાર, અંબાજી- દાંતા હાઇવે, અંબાજી-આબુરોડ હાઇવે, અંબાજી-હડાદ હાઇવે રોડને 'નો પાર્કિંગ ઝોન' તરીકે જાહેર કરવામાં આવ્યો છે. આ પ્રતિબંધ તા. 23/09/23થી તા. 29/09/23 સુધી (બંને દિવસો સહિત) અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ગુજરાત પોલીસ અધિનિયમ-1951ની કલમ 131 હેઠળ સજાને પાત્ર થશે.