ઘટના@વડોદરા: રસ્તા પર અચાનક ખુલ્લી ગટરમાં ગરકાવ થયો રાહદારી, જાણો પછી શું થયું ?

અટલ સમાચાર, ડેસ્ક
વડોદરા શહેરમાં મનપાની ઘોર બેદરકારી સામે આવી છે. જ્યાં ખુલ્લી ગટરમાં રાહદારી ગરકાવ થયો હોવાની ઘટના બની છે. વાઘોડિયા ચોકડી પાસે ખુલ્લી ગટરમાં રાહદારી પડ્યો હતો. વાઘોડિયા ચોકડી પાસે વરસાદી ગટરનું ઢાંકણું ખુલ્લું હોવાથી એક રાહદારી ખુલ્લી ગટરમાં પડ્યો હતો. આ ઘટના CCTVમાં કેદ થઇ છે.
આ ઘટના વાઘોડિયા ચોકડી પાસેની છે, જ્યાં ગટરમાં રાહદારી પડી ગયો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે. વરસાદી પાણીને લીધે ગટરનું ઢાંકણું ખુલ્લુ હોવાથી રાહદારી ગટરમાં પડ્યો હતો. વરસાદી માહોલમાં ગટરનું ઢાંકણું ખુલ્લુ હતું, જે એક રાહદારી માટે મુસીબત બન્યું છે. આ ખુલ્લા ઠાંકણાને લીધે એક રાહદારી તેમ પડી જાય છે.
સીસીટીવી ફૂટેજમાં જોઇ શકાય છે કે, એક વ્યક્તિ ચાલતાં-ચાલતાં રસ્તા પરથી પસાર થઇ રહ્યો હતો અને અચાનક જ ગટરમાં ગરકાવ થઇ જાય છે. આ ઘટનાને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ગટરમાં પડી ગયેલા રાહદારીને બહાર કાઢવા માટે પ્રયાસ કર્યો હતો. જોકે, આ ઘટનામાં રાહદારીને કોઇ ગંભીર ઇજા પહોંચી નથી.