ઘટના@સુરત: બેફામ BRTS બસે એક વ્યક્તિને અડફેટે લેતા મોત, ચાલકને લોકોએ ફટકાર્યો

 
Surat City Bus

અટલ સમાચાર, ડેસ્ક

સુરતમાં ફરી એક વખત બેફામ ચાલતી BRTS બસે એક વ્યક્તિને ઉડાવતા તેનું મોત થયું હતું. BRTS બસે અકસ્માત સર્જ્યા પછી લોકોએ બસના ડ્રાઇવરને જાહેરમાં માર માર્યો હતો. બનાવની જાણ પોલીસને થતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી.

સુરતના ઉન પાટિયા વિસ્તારમાં BRTS બસે રોડ ક્રોસ કરતા યુવકને બસે ઉડાવ્યો હતો. સુરતની બ્લુ બસે અકસ્માત સર્જ્યા બાદ લોકોએ બસને ઉભી રખાવી હતી અને ડ્રાઇવરને પકડીને જાહેરમાં માર માર્યો હતો.અકસ્માત સર્જ્યા બાદ લોકોએ બસના કાચ પણ તોડી નાખ્યા હતા અને બસને નુકસાન કર્યું હતું. અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા વ્યક્તિને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યા સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. બનાવની જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળે આવી ગઇ હતી અને અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.