ACB@સુરેન્દ્રનગર: લખતરમાં પોલીસ કોન્સ્ટેબલ રૂપિયા 50 હજારની લાંચ લેતાં ઝબ્બે
Updated: Dec 14, 2023, 14:22 IST
અટલ સમાચાર, ડેસ્ક
સુરેન્દ્રનગરના લખતર પોલીસ મથકમાં ફરજ બજાવતો કોન્સ્ટેબલ રૂપિયા 50 હજારની લાંચ લેતાં એ.સી.બીના રંગે હાથ ઝડપાયો છે. ઉલ્લેખનીય છે કે, લાંચિયા કોન્સ્ટેબલ પાટડીમાં દારૂનો મુદ્દામાલ લઇ જતાં ઝડપાયો હતો.
લખતર પોલીસ મથકમાં ફરજ બજાવતો સરદારસિંહ પરમાર નામના કોન્સ્ટેબલે મારામારી દારૂનાં કેસમાં આરોપીને રાહત આપવા રૂપિયા 50 હજારની લાંચ માગી હતી. જોકે, આરોપી લાંચ આપવા માંગતો નહતો. જેના પગલે તેણે લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો(ACB)નો સંપર્ક કર્યો હતો. જેના પગેલ મોરબી એસીબીએ લખતર પોલીસ મથકે દરોડા પાડ્યા હતા. એસીબીની ટીમે દરોડા પાડી લાંચીયા કોન્સ્ટેબલને રંગે હાથ ઝડપી પાડ્યો હતો.