ચકચાર@આહવા: ગર્ભવતી મહિલાની નણદોઇ એ જ ઇલેક્ટ્રિક વાયરથી ટૂંપો આપી કરી હત્યા
અટલ સમાચાર, ડેસ્ક
આહવા તાલુકાના ગોંડલવિહીર ગામેં ગર્ભવતી મહિલા અન્તી પવારની તેના નણદોઇ એ હત્યા કરી લેતા સમગ્ર ડાંગમાં ચકચાર મચી છે. પત્નીની હત્યા અંગે તેમના પતિ અરવિદભાઇ પવારે આહવા પોલીસમાં બનેવી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે.
આહવા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સોમવાર તારીખ 18 સપ્ટેમ્બરના રોજ ગોંડલવિહીર ગામે બપોરના 4 વાગ્યાની આસપાસ અન્તી પવારની તેના ઘરમાં હતી ત્યારે તેના ગળાના ભાગે ઇલેક્ટ્રિક વાયરથી ટૂંપો આપીને તેની હત્યા કરી દેવામાં આવી છે.
આ ઘટના અંગે તેના પતિ અરવિદભાઇ પવારે પીપલાઈદેવી ગામે રહેતા તેમના બનેવી ઉપર શંકા હોવાનું જણાવતા આહવા પોલીસે તેમના બનેવી ગુલાબભાઈ માળવીશની ધરપકડ કરી છે. આરોપી કોઈ કામકાજ ન કરતો હોય સાળાને ત્યાં આવીને જમવાનું માંગીને પૈસાની માંગણી કરતો હતો અને ઝગડો પણ કરતો હતો. પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.