ગંભીર@દાહોદ: કઈ તાલુકા પંચાયતમાં બની છુટ્ટા હાથની ઝપાઝપી, સરકારી કચેરીમાં જ બાખડ્યા

 
Dahod
અટલ સમાચાર, ડેસ્ક 
દાહોદ પંથકમાં એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. ફતેપુરા તાલુકા પંચાયતમા ગઈ કાલે બે જૂથો વચ્ચે છુટ્ટા હાથની મારામારી થઇ હતી.એક સમયે વાતાવરણ તંગ થઈ ગયુ હતુ પરંતુ ઘટનાના કલાકો બાદ પણ કોઈ પક્ષે ફરિયાદ નોંધાવાઈ નથી. જેથી ઘણાં પ્રશ્નાર્થ સર્જાયા છે. જોકે, આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
દાહોદ જિલ્લાની ફતેપુરા તાલુકા પંચાયત ફરી એકવાર વિવાદોમાં આવી છે. ગઈ કાલે સાંજે કચેરી બંધ થાય તે પહેલાં પંચાયતમાં ટોળા ધસી આવ્યા હતા.પ્રથમ કેટલાક લોકો વચ્ચે બોલાચાલી થયા બાદ મામલો ગરમાયો હતો.જેથી કેટલાક લોકો મારામારી પર ઉતરી આવ્યા હતા તો કેટલાક વચ્ચે છોડાવવા પડ્યા હતા. મામલો છેક પંચાયતની અંદર સુધી પહોંચી ગયો હતો અને કચેરીની અંદર પણ ભારે બબાલ થઈ હતી.  
PM Jaherat
જાહેરાત

સૂત્રોએ જણાવ્યુ હતું કે, કોઈની સામે રજૂઆત કરવાનો મામલો હોવાનુ ચર્ચાઈ રહ્યુ છે તો ભ્રષ્ટાચારને કારણે તકરાર થઈ હોવાનું કહેવાઈ રહ્યુ છે. જોકે અહી સૌથી મોટી વાત એ છે કે , બંન્ને માંથી કોઈ પક્ષે પોલીસ ફરિયાદ ન નોંધાવાતા આશ્ચર્ય સર્જાયુ છે. આ સાથે તાલુકા વિકાસ અધિકારીએ પણ ફરિયાદ દાખલ કરાવવામાં રસ દાખવ્યો ન હોવાનુ જાણવા મળ્યું છે.કારણ કે તાલુકા પંચાયતમાં જ કાયદો અને વ્યવસ્થા જાળવવાની તેમની જ જવાબદારી છે. તેઓ ફરિયાદ દાખલ કરાવવા માટે અધિકૃત પણ કરી શક્યા હોત પરંતુ તેમ પણ કરવામા આવ્યુ નથી.પીએસઆઈએ જણાવ્યુ હતુ કે બંન્ને પક્ષમાંથી કે અધિકારી કોઈએ ફરિયાદ આપી નથી