કવાયત@ગુજરાત:બુલેટ ટ્રેનને 350 કિ.મી.થી વધુની ઝડપે દોડાવવા બનશે ખાસ ટ્રેક, જાણો એક જ ક્લિકે
અટલ સમાચાર, ડેસ્ક
અમદાવાદ-મુંબઈ વચ્ચેનો બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ ઝડપથી આગળ વધી રહ્યો છે. ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચેનું 508 કિલોમીટરનું અંતર કાપવા હાઈસ્પીડ કોરીડોર તૈયાર થઈ રહ્યો છે. આ પ્રોજેક્ટ અંગે રેલવે પણ સમયાંતરે અપડેટ આપતું રહે છે ત્યારે નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડે જણાવ્યું છે કે, આ પ્રોજેક્ટ હેઠળ પ્રથમ બેલાસ્ટલેસ ટ્રેકનું નિર્માણ સુરતથી શરૂ થઈ ગયું છે. આ ટ્રેકને કોંક્રીટના બેડમાંથી બનાવાઈ રહ્યો છે, જેને NHSRCL જે-સ્લેબ બેલેસ્ટલેસ ટ્રેક સિસ્ટમ કહેવાય છે. આ સિસ્ટમનો ઉપયોગ જાપાનની હાઈ-સ્પીડ રેલ સિસ્ટમ શિંકાનસેનમાં કરાયો છે, જ્યારે ભારતમાં આવા ટ્રેકનું નિર્માણ પ્રથમ વાર કરવામાં આવી રહ્યો છે.
ભારતમાં પહેલી વાર જાપાનીઝ શિંકનસેન ટ્રેનની જેમ જે-સ્લેબ બેલાસ્ટલેસ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવશે. મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ રેલ કોરિડોર ટ્રેક સિસ્ટમ માટે પ્રથમ રિઇનફોર્સ્ડ કોંક્રીટ એટલે કે RC સિમેન્ટનું ચણતર હોય તે પ્રકારે ટ્રેકનું બાંધકામ સુરતમાં શરુ કરવામાં આવ્યું છે. આ ટ્રેક બેડનો ઉપયોગ જાપાનીઝ બુલેટ ટ્રેન શિંકનસેનમાં થતો હોય છે ત્યારે આ સિસ્ટમમાં પ્રી-કાસ્ટ ટ્રેક સ્લેબ જેના પર ફાસ્ટિંગ ડિવાઇસ અને રેલ કામ કરશે. સ્લેબ RC ટ્રેક બેડ પર જાડાઈ 300 મિમી, પહોળાઈ 2420 મીમી હશે. આ ટ્રેક સ્લેબને કોઈપણ બાજુથી અવરોધ ટાળવા RC એન્કર મુકવામાં આવશે.
દેશમાં પ્રથમ વખત જે-સ્લેબ બેલાસ્ટલેસ ટ્રેક સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, તે બેલાસ્ટલેસ ટ્રેકમાં સામાન્ય રીતે જેમ ટ્રેકની નીચે પત્થરોના નાના ટુકડા સાથે ખાસ થર હોતા નથી. આ ટુકડાઓને કોંક્રિટ બેડમાં પરિવર્તિત કરી દેવામાં આવે છે. આ ટ્રેક સિસ્ટમની ખાસિયત એ છે કે આરસી એન્કરમાં રેફરન્સ પીનનો ઉપયોગ પ્રતિ કલાક 320 કિમી સંચાલન માટે છે. ગુજરાતમાં બનનારા ટ્રેકના કામોના કોન્ટ્રાક્ટ આપી દેવાયા છે. ટ્રેક સ્લેબ માટે અલગથી ખાસ બે ફેક્ટરીઓ શરૂ કરવામાં આવશે, જ્યારે ભારતીય કર્મચારીઓને ખાસ તાલીમ પણ આપવામાં આવશે.
ફાસ્ટનિંગ ડિવાઈસથી પ્રી-કાસ્ટ ટ્રેક સ્લેબથી સજ્જ હશે. NHSRCLના જણાવ્યા મુજબ, જે-સ્લેબ બેલેસ્ટલેસ ટ્રેક સિસ્ટમ માટે આરસી સ્લીપરનું ઉત્પાદન ગુજરાતના સુરત શહેરથી શરૂ કરી દેવાયું છે. જેમાં એક પ્રી-કાસ્ટ ટ્રેક સ્લેબનો પણ સમાવેશ થાય છે. આ ટ્રેક પર ફાસ્ટનિંગ ડિવાઈસ લગાવાયા છે. આ સિસ્ટમના ઉપયોગ બાદ દેશની પ્રથમ બુલેટ ટ્રેન 350 કિલોમીટરથી વધુની સ્પીડે દોડશે. આ ટ્રેન દ્વારા 508 કિલોમીટરના મુંબઈથી અમદાવાદના રૂટને માત્ર 3 કલાકથી પણ ઓછા સમયમાં પૂર્ણ થશે.
શે.
કંપનીએ વધુમાં જણાવ્યું કે, પ્રોજેક્ટ હેઠળ ગુજરાતના ભાગમાં આવતા ટ્રેકના નિર્માણ સંબંધિત કામગીરી માટે કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવ્યા છે. હાલના સમયે ટ્રેકમાં ઉપયોગમાં લેવાતી સામગ્રીની ખરીદી પણ અંતિમ તબક્કામાં છે. ઉપરાંત જાપાનમાંથી 14000 મેટ્રીક ટનથી વધુ રેલવે ટ્રેક અને ટ્રેક સ્લેબ કાસ્ટિંગ માટે 50 મોલ્ડ અગાઉથી મળી ચૂક્યા છે.
વિશેષ ફેક્ટરીઓમાં જ ટ્રેક સ્લેબનું નિર્માણ કરવામાં આવશે. આ માટે અગાઉથી જ 2 ફેક્ટરીઓ સ્થાપવામાં આવી છે. પ્રોજેક્ટ પાછળ રૂ.1.08 લાખ કરોડના ખર્ચનો અંદાજ છે. ઉલ્લેખનીય છે કે, મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે કુલ ખર્ચ 1.08 લાખ કરોડ રૂપિયાનો અંદાજ છે, જેમાંથી કેન્દ્ર સરકારે NHSRCLને 10,000 કરોડ રૂપિયાની ચૂકવણી કરવામાં છે, જ્યારે ગુજરાત અને મહારાષ્ટ્ર 5000-5000 કરોડ રૂપિયાની ચૂકવણી કરશે. જ્યારે બાકીની રકમ જાપાન દ્વારા 0.1 ટકાના વ્યાજ દરે લોન દ્વારા અપાશે.