ક્રાઇમ@ગાંધીનગર: 20 લાખની લેતીદેતીમાં મહેસાણાના સટોડિયાએ બંદુક કાઢી જાહેરમાં કર્યું ફાયરિંગ
Jan 5, 2024, 14:11 IST

અટલ સમાચાર
રાજ્યમાં કાયદો અને વ્યસ્થાને પડકાર આપતી ઘટના પાટનગરના અડાલજમાંથી સામે આવી છે, જેમાં રૂપિયાની લેતી દેતી મામલે ફાયરીંગ કરવામાં આવ્યું છે. આ ઘટનામાં એક યુવાનને પગમાં ગોળી વાગી હતી. મળતા અહેવાલ પ્રમાણે 20 લાખ રૂપિયાની લેતી દેતી મામલે આ ફાયરીંગ કરવામાં આવ્યું હતું.
મહેસાણાના સટોડિયાએ બંદુક કાઢીને જાહેરમાં ગોળીબાર કર્યો હતો. અડાલજ ત્રિમંદીર હાઈવે પર જાહેર માર્ગ પર આ ઘટના થઈ હતી. આ મામલે પોલીસે ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી હતી.