ઘટના@ખેરાલુ: ભરબપોરે કારમાં અચાનક લાગી આગ, મહામહેનતે કાબૂ મેળવાયો

 
Kheralu

અટલ સમાચાર, ડેસ્ક

ઉનાળાની શરૂઆત થતાં જ હવે આગની ઘટનાઓ સામે આવી રહી છે. આ દરમિયાન ખેરાલુમાં આજે બપોરે રોડ પર પસાર થતી ગાડીમાં એકાએક આગ લાગતા ગાડી બળીને ખાખ થઈ ગઈ હતી. આ તરફ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પાલિકાની ફાયરે આગ પર કાબુ મેળવ્યો હતો. 

મહેસાણા જિલ્લાના ખેરાલુ શહેરમાં આવેલા વૃંદાવન ચોકડી નજીક આવેલ પ્રજાપતિની વાડી આગળ પસાર થઈ રહેલ વેગેનાર ગાડીમાં એકાએક આગ લાગી હતી. આ તરફ આગ લાગતા ગાડી ચાલક તાત્કાલિક ઉતરી ગયા હતા. જોકે ઘટનાં પગલે સ્થાનિક લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. મહત્વનું છે કે, રોડની બંને સાઈડ વાહન ચાલકો પણ આગ બુજવવામાં આવે એની રાહ જોઈ કલાક સુધી ઉભા રહ્યા હતા.

સૂત્રોએ જણાવ્યું હતું કે, ગાડીમાં આગ લાગતા જોત જોતામાં આગ સંપૂર્ણ ગાડીમાં ફેલાઇ જતા ગાડી બળીને ખાખ થઈ જવા પામી હતી. જોકે ફાયરની ગાડી આવતા સંપૂર્ણ આગ પર એક કલાક બાદ કાબુ મેળવ્યો હતો. આ તરફ હવે આગ ક્યાં કારણે લાગી અને ગાડી ક્યાંથી કયા અને ગાડીમાં કોણ સવાર હતું એ વિગતો સામે આવી નથી.