ઘટના@દાહોદ: ST સ્ટેન્ડમાં જ બસમાં અચાનક લાગી આગ, સદનસીબે મુસાફરોનો બચાવ

 
Dahod

અટલ સમાચાર, ડેસ્ક

એક બાજુ દિવાળીની રજાઓ પુરી થતા લોકો પોતાના વતનથી શહેરમાં પરત ફરી રહ્યા છે. જેના પગલે એસટી બસ સ્ટેશનો પર હાલ ભીડ જોવા મળી રહી છે. ત્યારે આ સ્થિતિ વચ્ચે મંગળવારે દાહોદ બસ સ્ટેન્ડ ખાતે ઉભેલી એસટી બસમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જોકે, રાહતની વાત એ છે કે બસમાં બેઠેલા મુસાફરોનો આબાદ બચાવ થયો છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે મંગળવારે મોડી સાંજે દાહોદ બસ સ્ટેન્ડ ખાતે ઊભેલી જેસાવાડા-સુરત બસમાં કોઈ કારણોસર અચાનક વિકરાળ આગ ફાટી નીકળી હતી. જેના પગલે મુસાફરોમાં અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. જોકે આગ પર થોડા સમયમાં જ કાબુ મેળવાતા મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો હતો.