દુર્ઘટના@સુરત: ચાલુ મિલમાં અચાનક ભયાનક આગ, ફાયરબ્રિગેડની 17 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી
અટલ સમાચાર, ડેસ્ક
સુરતમાં બીજા નોરતે જ આગની ઘટના સામે આવી છે. પાંડેસરા વિસ્તારમાં આવેલી પ્રયાગરાજ જેનું નામ હાલ બદલીને તરાના કરવામાં આવ્યું છે. તેમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. ચાલુ મિલમાં આગ લાગી હોવાથી ભારે નાસભાગ મચી ગઈ હતી. આગ અંગે ફાયરબ્રિગેડને જાણ થતાં ફાયરબ્રિગેડના સ્ટેશનની ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી આગ પર કાબુ મેળવવા પ્રયાસ હાથ ધર્યા છે.
પાંડેસરા વિસ્તારમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. જૂના પ્રયાગરાજના નામે અને હાલ તરાનાના નામ સાથે ચાલતી મિલમાં આગની ઘટના બની હતી. જેથી આગની ઘટનાને પગલે દોડધામ મચી ગઈ હતી. દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા દેખાતા હતાં. જેથી ભારે ભયનો માહોલ સર્જાયો હતો. આસપાસથી લોકો પણ જોવા દોડી આવતાં ટ્રાફિક સર્જાયો હતો. જેથી પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. શહેરના 6 ફાયર મથકોની 17 ગાડીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવા પ્રયાસ હાથ ધર્યો હતો. જો કે હજુ સુધી જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.