દુ:ખદ@હારીજ: શાળામાં શિક્ષકને આવ્યો હાર્ટએટેક, સ્ટાફ-વિદ્યાર્થીઓ દવાખાને લઈ દોડ્યા પણ ન બચ્યાં

 
Harij

અટલ સમાચાર, હારીજ

હારીજની મોર્ડન સ્કુલમાં ચાલુ શાળા દરમિયાન શિક્ષકનું હૃદયરોગના હુમલાથી મોત થયાનું સામે આવ્યું છે. શિક્ષકના અચાનક નિધનને લઈ નિપજતા સમગ્ર શાળા પરિવાર સહિત વિધાર્થીઓમાં ગમગીની છવાઈ જવા પામી હતી. વિગતો મુજબ સવારે શાળાએ પહોંચ્યા બાદ તેમેન હાર્ટએટેક આવતા તેમને તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયા હતા. જોકે ફરજ પરના તબીબે તેમણે મૃત જાહેર કર્યા હતા. 

પાટણ જિલ્લાના હારીજમાં ચાલુ શાળાએ શિક્ષકના મોત બાદ પંથકમાં શોકનો માહોલ વ્યાપી ગયો છે. મળતી માહિતી મુજબ હારીજની મોર્ડન સ્કુલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા ભરતભાઈ સબુરભાઈ પરમાર નામનાં શિક્ષક રોજીંદી રીતે સવારના સમયે શાળાએ પહોંચ્યા હતા. જોકે ન જાણ્યું જાનકીનાથે કે કાલ શું થવાનું...... પંક્તિની જેમ અચાનક તેમનું નિધન થયું હતું. હાલમાં મળતી વિગતો મુજબ ચાલુ શાળા દરમિયાન તેઓને હાર્ટ એટેકનો હુમલો આવતાં શાળાનો સ્ટાફ અને વિધાર્થીઓ દોડી આવ્યા હતા. 

સૂત્રોએ જણાવ્યું હતું કે, શાળા પરિવાર અને વિધાર્થીઓએ તાત્કાલિક શિક્ષક ભરતભાઈ સબુરભાઈ પરમારને હારીજ રેફરલ હોસ્પિટલ લઈ ગયા હતા. જોકે કરમની કઠણાઇ એવી કે ત્યાં ફરજ પરના તબીબે તેઓને મૃત જાહેર કર્યા હતા. પોતાના શિક્ષકના મોતના સમાચાર સાંભળી વિધાર્થીઓ અને શાળા પરિવાર માથે જાણે અભ ફાટી પડ્યાની સ્થિતિ બની હતી. આ તરફ શિક્ષક મૃતદેહને હારીજ સરકારી રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.