ઘટના@ઇડર: ડ્રાઈવર વગર મરચાના ખેતરમાં ટ્રેક્ટર દોડ્યું, જાણો શું છે સત્ય ?

 
Idar chorivad

અટલ સમાચાર  ઇડર 

સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના ચોરીવાડ ગામમાં ખેતરમાં ચાલક વગર ખેતરમાં દોડતા ટ્રેક્ટરનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. ઇડરના ચોરીવાડમાં 7 ફેબ્રુઆરીના રોજ ગામના ખેત મજૂરે ખેતરમાં પડી રહેલા ટ્રેક્ટર ચાલુ કરી નીકળી ગયો હતો. તે દરમિયાન ટ્રેક્ટર રોડ પર જતું હતું અને અચાનક ચાલક ટ્રેક્ટર પરથી પડી ગયો હતો. બીજી તરફ ટ્રેક્ટર પલટી ખાઈને રોડ સાઈડના ખેતરમાં પલટી ખાઈ ગયો હતો અને ચાલક રોડ પર પડ્યો હતો. 

ઇડરના ચોરીવાડમાં ચાલક ટ્રેક્ટર પરથી પડી ગયા બાદ તો ટ્રેક્ટર મરચાના વાવેતરમાં આમ તેમ ફરી વળ્યું હતું. ત્યાર બાદ વીજ ડીપીને ટ્રેક્ટર ટકરાયા બાદ પરત ખેતરમાં ફરતું હતું પણ આ ટ્રેક્ટર ચાલક વગર ફરતું જોઇને આસપાસના લોકોએ કેમરામાં કેદ કર્યું હતું અને વીડિયો વાઈરલ કર્યું હતું. આ ચાલક વગર ખેતરમાં દોડતું ટ્રેક્ટરને સાહસિક ખેડૂતે ઉપર ચઢીને ટ્રેક્ટર બંધ કર્યું હતું અને ત્યારબાદ ખેતરના માલિકને જાણ કરી હતી.