અકસ્માત@ડીસા: કાર ચાલકે બ્રેક મારતાં 40 ટન કોઇલ ભરેલુ ટ્રેલર પલટી મારી ગયું, ટ્રાફિકજામ
Apr 17, 2023, 17:03 IST

અટલ સમાચાર, ડેસ્ક
ઉત્તર ગુજરાતમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. ડીસામાં આખોલ ચાર રસ્તા પાસે આજે લોખંડની કોઇલ ભરેલુ ટ્રેલર પલટી ખાતા અકસ્માત સર્જાયો હતો. આ તરફ ઘટનાને પગલે ટ્રાફિક જામ થતા નેશનલ હાઇવે ઓથોરિટી અને અદાણી કંપની હાઇવે પેટ્રોલિંગની ટીમ અકસ્માત સ્થળે પહોંચી ટ્રેલરને ક્રેનની મદદથી સાઈડમાં ખસેડી ટ્રાફિક ખુલ્લો કરાવ્યો હતો.
બનાસકાંઠા જિલ્લાનાં ડીસામાં આખોલ ચાર રસ્તા પાસેથી આજે ગાંધીધામથી એક ટ્રેલર 40 ટન કોઇલ ભરી જયપુર તરફ જઈ રહ્યું હતું. આ દરમ્યાન આગળ જઈ રહેલા કારચાલકે અચાનક બ્રેક મારતા ટ્રેલર ચાલકે સ્ટિયરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને ટ્રેલર પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો. બનાવની જાણ થતા જ નેશનલ હાઈવે ઓથોરિટી અને અદાણી કંપની હાઇવે પેટ્રોલિંગની ટીમ તાત્કાલિક અકસ્માત સ્થળે પહોંચી હતી.