રિપોર્ટ@દાંતા: આદિવાસી યુવતી અન્ય સમાજમાં લગ્ન કરશે તો થશે દંડ, સ્નેહમિલનમાં મોટો નિર્ણય
અટલ સમાચાર, ડેસ્ક
બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના હડાદ ગામે આદિવાસી સ્નેહમિલન યોજાયું હતું. મહત્વનું કે, દાંતા તાલુકામાં મોટાભાગે આદિવાસી જનજાતિ વસવાટ કરે છે. આ આદિવાસી જનજાતિ ખેતી અને પશુપાલક અને મજૂરી કરીને પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવે છે. બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના હડાદ મુકામે આદિવાસી જનજાતિનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. આ સ્નેહમિલન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આદિવાસી જનજાતિના લોકો જોડાયા હતા. તો સાથે સાથે આ સ્નેહમિલન કાર્યક્રમમાં આદિવાસી જનજાતિના અનેકો નિવૃત્ત કર્મચારીઓ સાથે ભાજપના નેતાઓ પણ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી.
સમાજને એક નવી દિશા તરફ લઈ જવા અને સમાજના ભવિષ્યની સાથે સાથે અનેકો વિષય પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આદિવાસી સમાજની એકતા જળવાઈ રહે તેને લઈને પણ સંદેશો પાઠવવામાં આવ્યો હતો. ભાજપના નેતા લાધુભાઈ પારઘી જણાવ્યું હતું કે, આદિવાસી સમાજને ચાલુ સરકારના સાથે રેહવું જોઈએ જેથી સમાજને સરકારની તમામ લાભો અને સુવિધાઓને લાભ સરળતાથી મલી શકે.
મણિલાલ ડાભીએ જણાવ્યું હતું કે, આદિવાસી સમાજની દીકરી અન્ય સમાજમા લગ્ન કરશે તો દંડ થશે. આદિવાસી જનજાતિ એ ગરીબ અને સરળ સ્વભાવની જનજાતિ કહેવાય છે. ત્યારે અનેકો લોકો દ્વારા આદિવાસી સમાજને કોઈ લાલચ અને સુવિધાઓ આપવાના સ્વાર્થ આપી આદિવાસી જનજાતિની દીકરીઓના લગ્ન બીજા સમાજમાં કરાવી દેતા હોય છે. જેના કારણે આ સમાજમાં અનેક પ્રશ્ન પણ ઊભા થાય છે. આજે આદિવાસી સ્નેહ મિલન કાર્યક્રમમાં એક સમાજ સેવી દ્વારા આદિવાસી સમાજની દીકરીઓને અન્ય સમાજમાં લગ્ન ન કરવા બાબતે વિનંતી કરી હતી. પોતાના સમાજમાં લગ્ન કરી પોતાના સમાજને એક નવી દિશા તરફ લઈ જવા અને તેના વિકાસ માટે આદિવાસી જનજાતિને એકજૂથ થવાની પણ વિનંતી કરી હતી. આદિવાસી જનજાતિની દીકરીઓને બીજા સમાજમા લગ્ન કરાવશે તો દંડ ભોગવવો પડશે તેવો નિર્ણય સ્નેહમિલન કાર્યક્રમમા લેવાયો હતો.