બ્રેકિંગ@કાંકરેજ: હાઇવે પર ટ્રક ડ્રાઇવરને આવ્યો હાર્ટ એટેક, હોસ્પિટલ લઈ જતાં રસ્તામાં જ મોત

 
Kankrej

અટલ સમાચાર, ડેસ્ક

રાજ્યમાં વધુ એક હાર્ટએટેકની ઘટનામાં એક યુવકનું મોત થયું છે. માહિતી મુજબ બનાસકાંઠા જિલ્લામાં હાઇવે પર જ એક ટ્રક ડ્રાઇવરને હાર્ટ એટેક આવ્યો હતો. આ તરફ ડ્રાઇવરે સમયસૂચકતા વાપરી અને ટ્રકને એક હોટલ આગળ પાર્ક કરી હતી. જે બાદમાં ડ્રાઈવર બેભાન થઈ જ જતા હોસ્પિટલ લઈ જતાં મોત નિપજ્યું હતું. 

બનાસકાંઠા જિલ્લાનાં ડીસા-રાધનપુર હાઇવે પર એક ટ્રક ડ્રાઇવરનું હાર્ટ એટેકથી મોત થયું છે. વિગતો મુજબ હાઇવે પરથી પસાર થતાં એક ટ્રક ચાલકને હાર્ટ એટેક આવ્યો હતો. જેથી તેને તાત્કાલિક કાંકરેજના ખોડલા નજીક એક હોટલ પર ટ્રક પાર્ક કરી હતી. જ્યાં ટ્રકમાંથી નીચે ઊતરતીડ્રાઈવર બેભાન થઈ જતાં હોટલ માલીક દ્વારા તેને હોસ્પિટલ ખસેડવાની કવાયત કરાઇ હતી. 

સૂત્રોએ જણાવ્યું હતું કે, કાંકરેજના ખોડલા નજીક ભૈરવનાથ હોટલ નજીક બનેલી આ ઘટનાને લઈ હોટલ માલિક જ્યારે ડ્રાઈવરનેએ શિહોરી હોસ્પિટલ લઈ જતાં હતા ત્યારે રસ્તામાં જ ડ્રાઈવરનું મોત થયું હતું. સમગ્ર મામલે હાલતો શિહોરી પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.