દુર્ઘટના@સુરત: બાલ્કનીમાં સફાઈ કરતી મહિલા ત્રીજા માળેથી પટકાઈ, જાણો પછી શું થયું ?
Tue, 14 Feb 2023

અટલ સમાચાર, ડેસ્ક
સુરતમાં ત્રીજા માળેથી નીચે પટકાતા એક મહિલાનું મોત નિપજ્યું છે. આ મહિલા ઘરમાં સાફ સફાઇ કરી રહી હતી તે દરમિયાન આ ઘટના બની હતી. ઘરમાં સાફ સફાઇ કરી રહેલી મહિલા અચાનક જ ત્રીજા માળેથી નીચે પટકાઇ હતી. આ ઘટનામાં ગંભીર રીતે ઘાયલ મહિલાનું મોત નિપજ્યું છે.
સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલા ઉમિયાનગર ફ્લેટમાં ઘરની સાફસફાઈ માટે મહિલા બાલ્કનીમાં ટેબલ પર ચઢી સાફસફાઈ કરી રહી હતી. સાફસફાઈ કરતી વેળાએ સંતુલન ગુમાવતા મહિલા ત્રીજા માળની બાલ્કનીમાંથી સીધી નીચે પટકાઈ હતી. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. સીસીટીવી ફૂટેજમાં હચમચાવનારી ઘટના કેદ થઇ છે. ભારતીબેન જશવંતભાઈ પટેલ નામની મહિલાના કરુણ મોતને લઈ પરિવાર શોકમાં છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.