દુર્ઘટના@જુનાગઢ: બે કાર વચ્ચે અકસ્માતમાં ચાલક મહિલાનું ઘટનાસ્થળે જ મોત, 6 ઈજાગ્રસ્ત

 
Accident

અટલ સમાચાર, ડેસ્ક

જૂનાગઢ જિલ્લામાં કોશોદ તાલુકામાં સોંદરડા ગામ નજીક બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં એક કારમાં સવાર એકમાત્ર કારચાલક મહિલાનું મોત થયું છે. આ બે કાર વચ્ચે એટલી જોરદાર ટક્કર થયેલી કે એક કારનું એન્જીન છુટ્ટું પડીને બહાર રોડ પર પડ્યું હતું.

સોંદરડા નજીક નેશનલ હાઇવે પર ક્રેટા કાર સોમનાથ તરફ જઈ રહી હતી ત્યારે ડ્રાઇવરે સ્ટેયરિંગ પર કાબુ ગુમાવતાં સામે આવતી વેગનાર સાથે અકસ્માત સર્જાયો હતો. રાજકોટ તરફ જઈ રહેલી વેગનાર કારની સામે રોંગ સાઇડમાં આવતી ક્રેટા કાર ઘડાકા ભેર અથડાતાં કારમાં સવાર એકમાત્ર મહિલાનું ચાલકનું મોત નીપજ્યું હતું. 

જયારે અન્ય કારમાં સવાર 7 લોકોમાંથી 6 લોકો ઈજાગ્રસ્ત થયા હતા, જેમને સારવાર માટે 108 એમ્બ્યુલન્સ દ્વારા કેશોદ બાદ જુનાગઢ હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે. પોલીસે ઘટનાસ્થળે પહોચી મૃતક મહિલાના મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.