બ્રેકિંગ@ગુજરાત: રાધનપુર બાદ હવે સુરતમાં યુવકનું ચાલુ બાઇક પર હાર્ટએટેકથી નિધન

અટલ સમાચાર, ડેસ્ક
રાજ્યમાં હાર્ટ એટેકથી વધુ બે યુવાનોએ જીવ ગુમાવ્યો છે. સુરતમાં માત્ર 27 વર્ષના શનિ કાલે નામનો યુવાન મિત્રો સાથે જમીને ઘરે આવતો હતો. તે દરમિયાન ચાલુ બાઇક પર જ તેને છાતીમાં દુખાવો થયો હતો. જે બાદ ટૂંકી સારવારમાં જ યુવાનનું મોત નીપજ્યુ છે. તો બીજી બાજુ પાટણના રાધનપુર એસટી કર્મીને ચાલુ ફરજ દરમિયાન એટેક આવતા મોત નીપજ્યું છે.
ગુજરાતમાં છેલ્લા ઘણાં સમયથી નાની ઉંમરમાં રમતાં રમતાં હાર્ટ એટેક આવી જવાના કિસ્સા સામે આવી રહ્યા છે. ત્યારે સુરત અને રાધનપુરના આ બંને કિસ્સા પણ ચિંતા જગાડે તેવા છે. સુરતમાં શનિ નામનો યુવાન મિત્રો સાથે જમવા ગયો હતો. જમીને તેઓ ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે જ બાઇક પર તેને છાતીમાં દુખાવો થયો હતો. જેથી તેના મિત્રો તેને સારવાર માટે હોસ્પિટલ લઇ ગયા હતા. જ્યાં તેની સારવાર પણ શરૂ કરવામાં આવી હતી. જોકે, તબીબોના જણાવ્યા પ્રમાણે આ યુવાનને છાતીમાં દુખાવાની સાથે હાર્ટ એટેક આવ્યા હતા. જેથી આ યુવાનનું મોત નીપજ્યું છે.