હડકંપ@ગોધરા: કારમાં યુવકની મફલરથી ગળું દબાવી હત્યા કરી, પેટ્રોલ છાંટી લાશ સળગાવી, જાણો સમગ્ર મામલો ?

 
Godhra

અટલ સમાચાર, ડેસ્ક

ગોધરા શહેર એ.ડી.વી માં મધ્યપ્રદેશ રાજયના એક ફરીયાદી આવેલ અને જણાવેલ કે, તેમનો છોકરો નામે મહુનેશકુમાર ઉફે મોનું નાનો તા. 13-01-2024 ના રોજ રાજગઢ એમ.પી. થી મો.સા લઇ નીકળેલ છે જે હાલ સુધી ઘરે આવેલ નથી અને તેઓને જાણવા મળેલ છે કે મહુનેશકુમાર ઉફે મોનું ની મો.સા ગોધરા ખાતે હોવાની હકીકત જાણતા તેઓ ગોધરા આવી ગોધરા ખાતે રહેતા જય ઉર્ફે જીમી દિપકભાઇ શાહ નાઓનો ભાઇ રાજકુમાર ઉર્ફે લાડું સાથે મહુનેશકુમાર ઉફે મોનું ની પ્રેમીકાની સગાઇ થયેલ હોવાની હકીકત જાણવા મળેલ. જેથી જય ઉર્ફે જીમીભાઇ નાઓનો સંપર્ક કરતા તેઓએ જણાવેલ કે સદર મહુનેશકુમાર ઉફે મોનું નામનો છોકરો તા.15-01-2024ના રોજ ગોધરા ખાતે મો.સા લઇ આવેલ અને સાસુમા હોટલ પાસે અમને મળેલ અને તેણે અમને તેના પ્રેમ સબંઘની વાત કરેલી જેથી અમે મોનુંને ઉદય હોટલ ખાતે ગાડીમાં બેસાડી લઇ ગયેલા.

મોનું ની કથીત પ્રેમીકા આશી જૈન ના કાકા દિલીપભાઇ નાઓને ફોન કરી મહુનેશકુમાર ઉફે મોનું નાનો ગોધરા ખાતે આવેલ હોય તેને પકડી રાખેલ હોવાની હકીકત જણાવતા મોનું ની કથિત પ્રેમીકા આશી જૈન ના પરીવારજનો અત્રેની ઉદય હોટલ ચંચેલાવ ખાતે સાડા સાતેક વાગ્યે આવેલ જયાં તમામ માણસો ભેગા થયેલા અને ત્યાર બાદ રાત્રીના અગ્યારેક વાગ્યા સુધી તેઓને ચર્ચા થયેલ અને ત્યાર બાદ દિલીપ જૈન નાઓએ મોનું ને તેના ઘરે છોડી આવવાનું કહી બલેનો ગાડીમાં બેસાડી લઇ ગયેલ. તેવી હકીકત પ્રથમ જાહેર થતા ગોધરા શહેર એ. ડીવી પો.સ્ટે. ૧૧૨૦૭૦૨૫૨૪ ૦૦૩૩/૨૦૨૪ ઇ.પીકો ક. ૩૬૫,૧૨૦બી મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ .

આ તરફ PI એન.આર.ચૌધરીએ બનાવની ગંભીરતાને ધ્યાને લઇ અલગ અલગ ટીમો બનાવી બનાવની ઝીણવટ ભરી તપાસ દરમ્યાન મહુનેશકુમાર ઉફે મોનું ને છેલ્લે ગાડીમાં બેસાડી લઇ જનાર દિલીપકુમાર વિજયચંદ જૈન રહે. રાજગઢ, જી.ધાર (મ.૫) નાની તપાસ કરી પકડી પાડ્યો હતી. જે બાદમાં તેની યુકતિ પ્રયુકિત થી પુછપરછ કરતા દિલીપકુમાર જૈન નાઓએ ગુન્હાનો એકરાર કરતા જણાવેલ કે, અગાઉ થી કરેલ કાવતરાના ભાગરૂપે તેણે ઉદય હોટલ ઉપર થી મહુનેશકુમાર ઉફે મોનું ને લીધા બાદ અગાઉથી જ એક ટવેરા ગાડી મ.પ્ર. થી ભાડે કરેલ હતી અને મહુનેશકુમાર ઉફે મોનું નો કાટો કાઢવા ના દ્રઢ ઇરાદા થી ટવેરા ગાડીમાં અગાઉ થી દશ લીટર પેટ્રોલ લઇ મુકી રાખેલ હતું. ટવેરા ગાડીમાં કેટલાક સાથીઓ ને લઇને આવેલ હતો અને ઉદય હોટલ થી મોનું ને તેના ઘરે છોડી દેવાનું બહાનું કરી બલેનો ગાડી માં બેસાડી લઇ જઇ અગાઉ પ્લાન કર્યા મુજબ આગળ ઉભેલ તવેરા ગાડી સુધી પહોચાડેલ અને ગુમરાહ કરવાના આશય થી ઉદય હોટલ પર દિલીપ જૈન પરત આવેલ અને રાત્રીના જમ્યા બાદ તેના અન્ય પરીવારજનો સાથે પરત એમ.પી. જવા રવાના થયેલ ત્યાર બાદ ગુજરાત બોર્ડર પસાર થતાજ દિલીપ જૈન નાઓ બલેનો ગાડીમાંથી ઉતરી પ્લાનીંગ મુજબ ટવેરા ગાડીમાં જતા રહેલા અને બલેનો ગાડી પરીવાર સાથે તેમના ઘરે જતા રહેવા ડ્રાઇવર ને સુચના કરેલ.

દિલીપ જૈન નાઓ તવેરા ગાડીમાં બેસ્યા બાદ થોડે આગળ જઇ મોનું નું ગરમ મફલર વડે ગળું દબાવી હત્યા કરી નાખેલ. અને લાશને સગેવગે કરવા મધ્ય પ્રદેશના કલ્યાપુરા થી થોડા આગળ છોરા છોરી ટેકરી પાસે અવાવરૂ એકાંત જગ્યા જોઇ લાશને અન્ય ઇસમો મારફતે નીચે ઉતારી રોડ થી થોડે દુર લઇ જઇ પુરાવાનો નાશ કરવાના આશય થી મોનુની લાશ ઉપર પેટ્રોલ નાખી સળગાવી નાખેલ. અને ત્યાર બાદ પોતાના ઘરે જતા રહેલાની હકીકત જણાવતા બનાવ સબંઘે ખાત્રી તપાસ કરતા, કરાવતા આરોપીએ જણાવેલ હકીકત સાચી હોવાનું જણાયેલ જેથી સદર ગુન્હા સબંઘે આરોપી દિલીપ જૈન નાઓને અટક કરવામાં આવેલ છે.

આ તરફ મોનુંને પ્રથમથી અપહરણકર્તા જય ઉર્ફે જીમી શાહ તથા આશી જૈનનો થનાર મંગેતર રાજ ઉર્ફે લાડુ તથા રાહુલ સોની તથા અપહરણને અંજામ આપનાર જીપ ગાડીના ચાલક પુથ્વીસિહ તેમજ બનાવ સમયે ઉદય હોટલ ઉપર હાજર ધર્મેન્દ્રસિહ ઉફે ધમોનાઓને અટક કરવામાં આવેલ છે. આ ગુન્હામાં ઇ.પી.કો ક. 302 તથા 201 મુજબનો ઉમેરો કરવામાં આવેલ છે. પકડેલ આરોપીઓને કોર્ટ કસ્ટડીમાં મોકલી તેઓના જરૂરીયાત મુજબના રીમાન્ડ મેળવવામાં આવેલ છે. રીમાન્ડ દરમ્યાન સદર ગુના સબંઘે અન્ય મહત્વપુર્ણ હકીકતો તેમજ અન્ય ઇસમોની પણ સંડોવણી બહાર આવવાની પુરે પુરી શકયતાઓ છે. ગુનાની તપાસ હાલ ઉંડાણપુર્વક ચાલી રહેલ છે.