ક્રાઇમ@મહેસાણા: છરીના ઘા ઝીંકી યુવકની હત્યા, જાણો શું છે કારણ રામજીની શોભાયાત્રા કે પ્રેમ પ્રકરણ ?

 
Murder

અટલ સમાચાર, ડેસ્કમહેસાણા તાલુકાના દિવાનપુરમાં હત્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. દિવાનપુરમાં રામજીની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં કોઈ કારણોસર મૃતક રણજીતજી અને આરોપી મેહુલજી વચ્ચે માથાકૂટ થઈ હતી. જે બાદ મામલો વધુ બિચકતા આરોપીએ તીક્ષ્ય હથિયારથી હુમલો કર્યો હતો. જેમાં યુવકને લોહિલુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે, ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

મળતી માહિતી પ્રમાણે મહેસાણા તાલુકાના દિવાનપુરમાં રામજીની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં 40 વર્ષીય રણજીતજી ઠાકોર અને મેહુલજી ઠાકોર વચ્ચે શોભાયાત્રામાં કોઈ કારણોસર માથાકૂટ થઈ હતી. જોકે, ત્યાં હાજર લોકોએ સમાધાન કરાવ્યું હતું. પરંતુ ત્યારબાદ મૃતક યુવક રણજીતજી જમીને ઘરે જઈ રહ્યો હતો. આ દરમિયાન આરોપી મેહુલ સહિતના ચોર લોકોએ બોલવા લાગ્યા હતા. જોકે, મામલો વધુ બિચકતા મેહુલે છરી વડે છાતીમાં હુમલો કર્યો હતો. જેમાં યુવકને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે, ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. નોંધનીય છે કે, ફરિયાદીની દીકરી અને મુખ્ય આરોપી મેહુલજી વચ્ચે પ્રેમસંબંધ હતો. એક વર્ષ અગાઉ પ્રેમ સંબંધ મુદ્દે માથાકૂટ થઈ હતી.