કાર્યવાહી@ગુજરાત: બાંગ્લાદેશીનું ખોટા નામવાળું આધારકાર્ડ બનાવનારો અમદાવાદથી ઝડપાયો

 
Surat

અટલ સમાચાર, ડેસ્ક

સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ગેરકાયદેસર રીતે ભારતમાં રહેતા બાંગ્લાદેશી નાગરિકનું સાત વર્ષ પહેલા ખોટાં નામ વાળું ભારતીય આધારકાર્ડ બનાવનારા ઈસમને અમદાવાદથી ઝડપી પાડવામાં આવ્યો છે. આ ઈસમનું નામ અખિલેશ ગૌતમ છે અને તેની ધરપકડ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અમદાવાદના વટવા વિસ્તારમાંથી કરવામાં આવી છે.

સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ પોલીસ દ્વારા બાતમીના આધારે સુરતના વેસુ કેનાલ રોડ પર આવેલ જીડી ગોએન્કા સ્કૂલની સામેથી અબુબકર નામના બાંગ્લાદેશી ઈસમને 26. 10. 2023 ના રોજ ઝડપી પાડવામાં આવ્યો હતો. તેની પાસેથી ભારતીય આધાર કાર્ડ સહિતના પુરાવા પણ જપ્ત કરવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા અબુ બકરની પૂછપરછમાં સામે આવ્યું હતું કે, અબુ બકરે અમદાવાદમાં રહેતા તેના એક પરિચિત વ્યક્તિ પાસે આ આધારકાર્ડ બનાવ્યું છે.અબુ બકરની પૂછપરછ બાદ ક્રાઈમ બ્રાન્ચ પોલીસ દ્વારા બાંગ્લાદેશી ઈસમને ભારતીય આધારકાર્ડ બનાવી આપનારની શોધખોણે હાથ ધરવામાં આવી હતી.

ત્યારે પોલીસે બાતમીના આધારે અમદાવાદના વટવા વિસ્તારમાં રહેતા અખિલેશ ગૌતમ નામના ઇસબની ધરપકડ કરી છે. અખિલેશ જમીન લે વેચનો ધંધો કરે છે અને અમદાવાદમાં વટવા વિસ્તારમાં પરિવાર સાથે રહે છે આરોપી અખિલેશ ગૌતમ દ્વારા કબુલાત કરવામાં આવી હતી કે વર્ષ 2013-14 થી તેને ટ્વીન સ્ટાર ઇન્ડસ્ટ્રીયલ નામની મુંબઈની કંપની પાસેથી આધાર કાર્ડ બનાવવાનો પેટા કોન્ટ્રાક્ટ મળ્યો હતો અને ત્યારબાદ વર્ષ 2016માં તેને વધુ નાણાં મેળવવાની લાલચમાં આવીને બાંગ્લાદેશી નાગરિકનું ભારતીય રહેણાંકનું કોઈ પણ પ્રૂફ વગર જ આધાર કાર્ડ બનાવી આપ્યું હતું પોલીસ દ્વારા અખિલેશ ગૌતમની ધરપકડ કરી તેની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે કે તેને આ પ્રકારે કેટલા બાંગ્લાદેશી ઈશમોને આધાર કાર્ડ બનાવી આપ્યા છે.