કાર્યવાહી@જુનાગઢ: AAP નેતા રેશ્મા પટેલની અટકાયત, જાણો શું છે કારણ ?

 
Reshma Patel AAP

અટલ સમાચાર, ડેસ્ક

જુનાગઢમાં આપના નેતા રેશ્મા પટેલની અટકાયત કરવામાં આવી. મહત્ત્વનું છે કે જુનાગઢમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનું મુખ્યમંત્રી ચાલો તમને જૂનાગઢ બતાવીએ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ આપના નેતાઓ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ખાડા અને પ્રાથમિક સુવિધાથી લોકો ત્રસ્ત હોવાથી વિરોધ પ્રદર્શન કરવાના હતા. ટાઉનહોલ ખાતે વહીવટી તંત્ર અને કોર્પોરેશન દ્વારા વિવિધ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે તેમજ જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે અનુસૂચિત જાતિ મોરચાના કાર્યક્રમમાં મુખ્યમંત્રી હાજરી આપશે.