રિપોર્ટ@ગુજરાત: 2023માં ACBએ નોંધી લાંચની 119 ફરિયાદ, 1 કરોડથી વધુનું રકમ કરી કબજે

 
ACB

અટલ સમાચાર, ડેસ્ક

વિકાસશીલ ગુજરાતની વાતો વચ્ચે લાંચ વિરોધી બ્યુરોએ ચાલુ વર્ષમાં 20/12/23 199 લાંચની ફરિયાદ નોંધી છે. આમામલે 276 લાંચીયાઓની ધરપકડ કરી છે અને 1,15,69690 રૂપિયા કબજે કર્યા છે, ઝડપાયેલ 276 આરોપીઓમાં સમગ્ર ગુજરાતમાંથી એસીબીએ વર્ગ-1ના 7 અધિકારીઓ, વર્ગ 2ના 28 અધિકારીઓ, વર્ગ 3ના 130 સરકારી કર્મીઓ, વર્ગ 4ના 7 સરકારી કર્મીઓ પકડાયા છે.સરકારી બાબુના વચેટિયાઓનો આંક તો 100ને પાર પહોંચ્યો છે. કુલ 104 વચેટીયાઓ દબોચાયા છે.

ગુજરાતની લાંચ-રુશ્વત વિરોધી બ્યુરોએ આ વર્ષમાં ગૃહ વિભાગની અલગ અલગ સરકારી સંસ્થામાંથી 66 લાંચની ફરિયાદ નોંધી છે જેમાં 94 લાંચિયા અધિકારીઓ લાંચ લેતા ઝડપાયા છે અને 38,07,100 રૂપિયાની લાંચની રકમ પકડી પાડવામાં આવી છે. પંચાયત,ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસના વિભાગમાં 35 ફરિયાદ નોંધવામાં આવી હતી અને 46 સરકારી કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી અને 14,98,520ની લાંચની રકમ કબજે કરવામાં આવી છે.

મહેસુલ વિભાગમાં 25 ફરિયાદ નોંધવામાં આવી છે, 32 લાંચિયાની ધરપકડ કરી છે અને 15,70,900ની લાંચની રકમ કબ્જે કરી છે. સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણમાં માત્ર વર્ષ દરમિયાન 2 ફરિયાદ નોંધવામાં આવી છે અને 3ની ધરપકડ કરવામાં આવી છે અને માત્ર 15,000ની રકમ જ કબ્જે કરવામાં આવી છે. શિક્ષણ વિભાગમાંથી 8 ફરિયાદ નોંધીને 9 લોકોની ધરપકડ કરીને 2,15,400ની રકમ કબજે કરી છે. શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ 20 ફરિયાદ નોંધી 27 લાંચિયા કર્મચારીઓ પકડાયા અને 9,52,000ની લાંચની રકમ કબજે કરવામાં આવી છે. આમ વિકાસશીલ ગુજરાતમાં લાંચિયા અધિકારીઓની બોલ-બાલા જોવા મળી છે.