ટ્રેપ@ભુજ: પાક ધીરાણ યોજનાની લોન પાસ કરાવી આપવા એજન્ટે લાંચ માંગી, 35,000 લેતા ACBએ ઝડપ્યો

અટલ સમાચાર, ડેસ્ક
માંડવીમાં પાક ધીરાણ યોજનાની લોન મંજૂર કરાવવા એક એજન્ટ 35,000ની લાંચ લેતા ઝડપાયો છે. વિગતો મુજબ સ્થાનિક ફરિયાદીએ પાક ધીરાણ યોજના અંતર્ગત 7,00,000ની લોન માટે અરજી કરી હતી. જોકે એક એજન્ટે તેમણે લોન પાસ કરાવી આપવા 35,000ની લાંચ માંગી હતી. જોકે ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોઇ તેમણે ACBનો સંપર્ક કર્યો અને ACBએ એજન્ટને લાંચ લેતા ઝડપી પાડ્યો હતો.
કચ્છનાના માંડવીની બેન્ક ઓફ બરોડામાં શાખામા પાક ધીરાણ યોજના અંતર્ગત રૂપીયા 70,00,000ની લોન માટે અરજી કરી હતી. જોકે આ અરજી મંજુર કરવા માટે કલ્પેશ ઉર્ફે કપીલ પ્રવિણભાઈ ગોહિલ ( લોન એજન્ટ રહે. ગઢશીશા તા.માંડવી) દ્વારા લોન પાસ કરાવવાની અવેજ પેટે રૂપીયા 35,000ની ગેરકાયદેસર માંગણી કરી હતી. જોકે ફરીયાદી લાંચ આપવા માંગતા ન હોઇ ACBનો સંપર્ક કર્યો હતો.
સૂત્રોએ જણાવ્યું હતું કે, ફરિયાદીની વિગતો મુજબ એસીબી બોર્ડર એકમના મદદનીશ નિયામક કે.એચ.ગોહીલના સુપરવિઝન હેઠળ ACB પોલીસ સ્ટેશનના PI પી.એચ.મક્વાણાની ટીમે ટ્રેપ ગોઠવી હતી. જ્યાં જૈન ધર્મ શાળા રોડ, હોમ ગાર્ડ કચેરી પાસે જાહેર રોડ પર માંડવી ખાતે આરોપી કલ્પેશ ઉર્ફે કપીલ પ્રવિણભાઈ ગોહિલને 35,000ની લાંચ સ્વિકારતાં રંગેહાથે ઝડપી પાડ્યો હતો. આ તરફ આરોપીને એ.સી.બી.એ ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.