દુર્ઘટના@પાટણ: હાઇવે પર કાર અને પીકઅપ ડાલા વચ્ચે અકસ્માત, કારમાંથી મળ્યો દારૂ
અટલ સમાચાર, ડેસ્ક
પાટણ-શિહોરી રોડ પર આવેલ મેલુસણ ગામ નજીક અકસ્માતની ઘટના સામે આવી છે. પ્રાથમિક વિગતો મુજબ કાર અને પિકઅપ ડાલા વચ્ચે આ અકસ્માતની ઘટના સામે આવી છે. આ તરફ અચાનક બંને ગાડીઓ અથડાયા બાદ પલટી મારી ગઈ હતી. જોકે આ ઘટનામાં એક કારનું આગળનું ટાયર પણ તૂટી ગયું હતું. આ ઉપરાંત કારમાંથી વિદેશી દારૂની એક બોટલ પણ મળી આવી હતી. જેથી પોલીસે અજાણ્યા કાર ચાલક સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પાટણ જિલ્લાના પાટણથી શિહોરી રોડ પર આવેલ મેલુસણ ગામ નજીક ક્રેટા કાર અને પીકઅપ ડાલા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત થતા બન્ને ગાડી પલટી ખાઈ ગઈ હતી. ક્રેટા ગાડીનું ટાયર પણ નીકળી ગયુ હતું. આ અકસ્માતની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે ગાડીની તપાસ હાથ ધરતા ગાડીમાંથી વિદેશી દારૂની એક બોટલ મળી આવી હતી. તેમજ ગાડી ચાલક અકસ્માત બાદ ગાડી મૂકી ફરાર થઈ ગયો હતો. જેને લઈ પોલીસે ગાડી ચાલક સામે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.