દુર્ઘટના@બનાસકાંઠા: હાઇવે પર ટ્રક અને ST બસ વચ્ચે અકસ્માતમાં એકનું મોત, 10 ઈજાગ્રસ્ત
Jan 27, 2024, 12:01 IST
અટલ સમાચાર, ડેસ્ક
બનાસકાંઠામાં થરાદ-ડીસા હાઇવે પર ટ્રક અને એસટી બસ વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં ટ્રકચાલકનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું પૂહ. મૃતક ટ્રક ચાલકના મૃતદેહને બહાર કાઢવા માટે મશીનની મદદ લેવાઈ છે, જયારે એસ.ટી.બસના ચાલકને પણ ગંભીર ઈજાઓ પહોંચી છે.

થરાદ-ડીસા હાઇવે પર ટ્રક અને એસટી બસ વચ્ચે અકસ્માત બાદ બસમાં સવાર મુસાફરો માંથી 10 જેટલા લોકોને ઇજા થતા સારવાર માટે થરાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. અકસ્માતને પગલે હાઇવે પર લોકોના ટોળેટોળા ભેગા થયા અને હાઇવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો. થરાદ પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.

