દુર્ઘટના@બનાસકાંઠા: આબુ હાઇવે પર ચાલુ કારે દારૂની મહેફિલ માણતા ચાલકે સર્જ્યો અકસ્માત

 
Palanpur Accident

અટલ સમાચાર, ડેસ્ક

પોલીસ દ્વારા સતત ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે અને નશાની હાલતમાં વાહન ચલાવતાં ચાલકો સામે પગલા ભરવામાં આવી રહ્યા છે. આ દરમ્યાન પાલનપુરમાં અકસ્માતની એક ઘટના બની છે. વિગતો મુજબ જ્યાં નશામાં ધૂત કારચાલકે અકસ્માત સર્જ્યો હોવાનું સામે આવ્યું છે.

આબુ હાઇવે પર ચાલુ કારે દારૂની મહેફિલ માણતા વાહનચાલકે અકસ્માત સર્જ્યો હતો 

પાલનપુરમાં નશાખોરે અન્ય કારને ટક્કર મારી હતી. બીજી બાજુ કારમાંથી દારુની બોટલ મળી આવી હતી. જ્યારે નશાખોર કારમાં દારુની મહેફિલ માણતો દેખાયો હતો. સ્થાનિકોએ ઘટનાનો વીડિયો વાયરલ કર્યો છે. જ્યારે પોલીસે ડ્રિંક એન્ડ ડ્રાઈવનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, આબુ હાઇવે પર ચાલુ કારે દારૂની મહેફિલ માણતા વાહનચાલકે અકસ્માત સર્જ્યો હતો. સામેથી આવતી કારને નશાખોરે ટક્કર મારી હતી. જોકે, સદનસીબે મોટી જાનહાની ટળી છે. સ્થાનિકોએ સમગ્ર ઘટનાનો વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. સ્થાનિકોએ સમગ્ર ઘટનાની જાણ પાલનપુર પશ્ચિમ પોલીસને કરી હતી. પોલીસે દારૂડિયા સામે ડ્રીંક એન્ડ ડ્રાઈવનો ગુનો દાખલ કરી હાથ વધુ તપાસ હાથ ધરી છે.