બનાવ@જામનગર: વાડામાં રાખેલા 90 જેટલા ઘેટાના આકસ્મિક મોત, પશુપાલન વિભાગની ટીમે શરૂ કરી તપાસ
અટલ સમાચાર, ડેસ્ક
જામનગરના જોડિયા તાલુકાના જીરાગઢ ગામે 90 જેટલા ઘેટાના મોત થયા ના સમાચાર સામે આવી રહ્યા છે. પશુમાલિકે વાડામાં રાખેલા ઘેટાના એક જ રાતમાં મોત થતા આખા પંથકમાં અરાજકતા ફેલાય ગઈ હતી. બનાવને લઇને પશુપાલન વિભાગની ટીમ સ્થળ પર પહોચી ક્યા કારણોસર ઘેટાના મોત થયા તે અંગે તપસા હાથ ધરી હતી. વધુ માહિતી જોઈએ તો, જોડિયા તાલુકાના જીરાગઢ ગામે માલધારીના વાડામાં શ્વાન પ્રવેશી જતા અફડાતફડી મચી ગઈ હતી. જેમાં 80થી 90 જેટલા ઘેટાબકરાના મોત નિપજ્યા હોવાની પ્રાથમિક માહિતી મળી છે. આ ઘટનાને પગલે ડોકટરોની ટીમ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.
જોડિયા તાલુકાના જીરાગઢ ગામે દેવાભાઈ ગમારાના વાડામાં ઘેટા બકરા રાખવામાં આવ્યા હોય આ દરમિયાન ત્રણથી ચાર જેટલા શ્વાન વાડામાં ઘુસી જઈ ત્રણથી ચાર ઘેટાઓને ફાડી ખાધા હતાં. જેના પગલે ઘેટા-બકરામાં અફડાતફડી મચી ગઈ હતી. જેના પરિણામે 80થી 90 જેટલા ઘેટાબકરાઓના મોત થયા હોવાનું જીરાગઢના સરપંચએ જણાવ્યું હતું. આ અંગે ડોકટર સહિતની ટીમોને જાણ કરાતા ડોકટરોની ટીમ ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. એક સાથે 80 થી 90 જેટલા ઘેટાબકરાના મોતથી માલધારી પરિવારોમાં ચિંતાનો માહોલ છવાયો હતો.