ગુજરાતઃ હવામાન વિભાગની આગાહી અનુસાર આજે આ જીલ્લાઓમાં વરસાદ પડી શકે

વેરાવળ તાલુકાના કાજલી, સોનારીયા, બાદલપરા, નાવડા, ઈન્દ્રોઈ, પંપડવા, સહિત ગામોમાં કમોસમી ઝાપટાંથી ઘંઉ, ચણા, મરચી, ધાણા સહિત પાકોને નુકસાન થયાનું જણાવાયું છે.
 
file photo
દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો આજે સુરત, તાપી, ડાંગ, વલસાડ, નવસારી, દમણ અને દાદરાનગર હવેલીમાં કમોસમી વરસાદ વરસી વરસવાની આગાહી કરવામાં આવી છે.

અટલ સમાચાર, ડેસ્ક


અરબી સમુદ્રમાં બનેલી લો પ્રેશર સિસ્ટમ સાઉદી તરફ જઇ રહી છે. પવનની પેટર્ન દરિયાઇ થઇ જતાં સોમવારે વાતાવરણ વાદળછાયું રહ્યું હતું. જેને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં ઝાપટા પડ્યા હતા. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં સતત પલટો જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. જ્યારે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો આજે સુરત, તાપી, ડાંગ, વલસાડ, નવસારી, દમણ અને દાદરાનગર હવેલીમાં કમોસમી વરસાદ વરસી વરસવાની આગાહી કરવામાં આવી છે.

અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહીં ક્લિક કરો


હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, અન્ય વિસ્તારોમાં વાતાવરણ સુકું રહેવાની સાથે જ હવામાં ભેજ હોવાથી લઘુત્તમ તાપમાનમાં કોઈપણ પ્રકારનો ઘટાડો ન થવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. બે દિવસ બાદ રાજ્યમાં ઠંડી અનુભવાશે અને લઘુત્તમ તાપમાનમાં ત્રણથી પાંચ ડિગ્રી સુધીનો ઘડાટો નોંધાય શકે છે. અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેસર અને તેના પગલે ગુજરાતના દરિયાકાંઠા સુધી ટ્રોફના પગલે શિયાળાના આગમનને બદલે માવઠું થઇ રહ્યુ છે. સોમવારે પણ વલસાડના કપરાડામાં દોઢ ઈંચ અને ડાંગમાં 8 મિ.મિ. વરસાદ નોંધાયો હતો. આ સાથે સૌરાષ્ટ્રમાં અમરેલીના ખાંભા તાલુકાના લાસા ગામમાં ધોધમાર 2 ઈંચ વરસાદ વરસી ગયાના અહેવાલ છે. સૌરાષ્ટ્રમાં અન્યત્ર છૂટાછવાયા ઝાપટાં વરસ્યા હતા.

https://www.facebook.com/569491246812298/


સોમનાથ વેરાવળના પ્રભાસપાટણ તથા આજુબાજુના વિસ્તારમાં માવઠું થતા કાજલી માર્કેટ યાર્ડમાં બહાર પડેલા અનાજની ગુણીને નુક્શાની થયુ હતુ. વેરાવળ તાલુકાના કાજલી, સોનારીયા, બાદલપરા, નાવડા, ઈન્દ્રોઈ, પંપડવા, સહિત ગામોમાં કમોસમી ઝાપટાંથી ઘંઉ, ચણા, મરચી, ધાણા સહિત પાકોને નુકસાન થયાનું જણાવાયું છે. તો બીજી તરફ તલાલાના ધાવા ગીર ,આંકોલવાડી, હડમતીયા , મંડોરણા, બામણાસા વગેરે ગીર પંથકમાં અર્ધાથી સવા ઈંચ કમોસમી વરસાદ ખાબકતા ખેડૂતોના હાલ બેહાલ થયા છે.

આ સાથે સુરત શહેર અને જિલ્લામાં વરસાદ ખાબક્યો હતો. સોમવારે સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું હતું. સુરત શહેર અને જિલ્લામાં સાથોસાથ બફારો પણ અનુભવાતો હતો. અલગ-અલગ તાલુકામાં નામ માત્રનો વરસાદ હતો. સતત બદલાતા હવામાનને કારણે ખેડૂતોમાં ચિંતા પ્રસરી ગઇ છે. કમોસમી વરસાદના કારણે શિયાળુ પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.