માવઠું@ગુજરાતઃ હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ભર શિયાળે ઠંડીને બદલે વરસાદ વરસ્યો

સાબરકાંઠા જિલ્લામાં રાત્રે પડેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. મહેસાણા જીલ્લાના વડનગર તાલુકામાં પણ મોડી રાત્રે પવન સાથે માવઠું થયું હતુ.
 
varsad

અટલ સમાચાર, ડેસ્ક


હવામાન વિભાગની આગાહી પ્રમાણે, રાજયમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે સાથે અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ છે. ત્યારે કચ્છમાં વરસાદ સાથે કરા પડતા લોકો અને ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાયો છે. આ સાથે માંડવીના પુનડી-ધૂણઈ સીમાડામાં પણ કરા પડ્યાં છે. કમોસમી વરસાદ સાથે કરા પડતા ખેડૂતો અને માલધારીઓની ચિંતા વધી છે. રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠાનો માર પડ્યો છે. મોરબી, કચ્છ, બનાસકાંઠા, મહેસાણા, અરવલ્લીમાં ભર શિયાળે કમોસમી વરસાદ થયો છે. હળવદના રણકાંઠા વિસ્તાર ટીકર, અજીતગઢ, નવા ઘાંટીલા, મીયાણીમાં વરસાદ થયો છે. આથી વિશેષ કમોસમી વરસાદ વચ્ચે કચ્છમાં કરા પડ્યાં છે. માંડવીના પુનડી-ધૂણઈ સીમાડામાં પણ કરા પડ્યાં. કમોસમી વરસાદ સાથે કરા પડતા ખેડૂતો અને માલધારીઓની ચિંતા વધી છે.

અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો


ઉત્તર ગુજરાતાના કેટલાક જિલ્લામાં મોડી રાત્રે માવઠું થયું હતુ. સાબરકાંઠા જિલ્લામાં રાત્રે પડેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. મહેસાણા જીલ્લાના વડનગર તાલુકામાં પણ મોડી રાત્રે પવન સાથે માવઠું થયું હતુ. અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પણ મોડી રાત્રે વરસાદી માહોલ છવાયો હતો. ભરશિયાળે કમોસમી વરસાદના કારણે ખેડૂતોને માથે મુશ્કેલીના વાદળો છવાયા છે. રાયડો, ઘઉં, જીરું, કપાસ, એરંડાના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.


આજે ફરી રાજકોટમાં તેમજ પોરબંદર અને કચ્છમાં ગાઢ ધુમ્મસની આગાહી કરવામાં આવી છે. જેના પગલે વાહન વ્યવહારને અસર થઇ શકે છે. તો ઉત્તર ગુજરાતના પંચમહાલ, દાહોદ, અરવલ્લી, મહીસાગર વગેરે વિસ્તારમાં માવઠાની આગાહી છે. હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે, બુધવારથી આકાશ ચોખ્ખું થવા લાગશે. જ્યારે રવિવાર સુધી તાપમાનમાં 5 સે.નો ઘટાડો થશે. જેના કારણે ફરીથી કડકડતી ઠંડી શરૂ થશે.