ગંભીર@ભાભર: લ્યો બોલો.... APMCમાં હિસાબના ચોપડા ચોરાઇ ગયા, અંતે નોંધાઈ પોલીસ ફરિયાદ

 
Bhabhar APMC

અટલ સમાચાર, ડેસ્ક

ભાભર APMCમાં હિસાબના ચોપડા-રેકોર્ડ ચોરાઈ જવાની ઘટના સામે આવી છે. આ તરફ પ્રાથમિક વિગતો મુજબ આ ચોરીમાં APMCના જ એક કર્મચારીનું નામ સામે આવ્યું છે. જોકે આ સમગ્ર મામલે ભાભર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. 

બનાસકાંઠા જિલ્લાની ભાભર APMCમાં હિસાબના ચોપડા-રેકોર્ડ ચોરીની ઘટનાને લઈ ચકચાર મચી ગઈ છે. વિગતો મુજબ ભાભર APMCમાં ચેરમેનની ચૂંટણી યોજાઈ ત્યારથી જ કથિત રીતે બે ગ્રુપ પડી ગયા છે અને બંને એક-બીજાની વિરુદ્ધ છે. ભાભર APMCમાં હિસાબના ચોપડા – રેકોર્ડ ચોરાઈ જતા કોઈ રાજકીય ષડયંત્ર રચવાના ઇરાદે આ કામ કર્યું હોવાનની ચર્ચા વહેતી થઇ છે. જોકે હવે APMCએ ભાભર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને શકમંદ તરીકે APMCના જ એક કર્મચારીનું નામ આપવામાં આવ્યું છે.