ગંભીર@ફતેપુરા: SBMના એકાઉન્ટન્ટે 90 લાખની ગ્રાન્ટમાં ટકાવારી લીધી? કચેરીમાંથી મોટો ઘટસ્ફોટ
અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી
ફતેપુરા તાલુકામાં મનરેગાની બૂમરાણ વચ્ચે સ્વચ્છ ભારત મિશનની તાજેતરની એક ગ્રાન્ટ મામલે સૌથી મોટા સમાચાર આવ્યા છે. ચૂકવણાની પ્રક્રિયામાં એકાઉન્ટન્ટ શાખામાં કંઈક થયું હોવાની ચોંકાવનારી વિગતો આવી છે. ખુદ કચેરીમાંથી નામ નહિ આપવાની શરતે કર્મચારીએ જણાવ્યું કે, વિવિધ નામો વટાવી સ્વચ્છ ભારત મિશનના કરારી એકાઉન્ટન્ટે ટકાવારી લીધી છે. અનેક સરપંચો અહિં આવીને ફરિયાદ કરી રહ્યા કે, શોકપીટના કામની ગ્રાન્ટમાં કટકી લેવામાં આવી છે. આ બાબતે એકાઉન્ટન્ટે જણાવ્યું કે, ટકાવારી એકલા નથી લેતાં, આવું બોલી ગયા કહ્યું કે, આવું કંઈ નથી. જાણીએ સમગ્ર અહેવાલ.
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકા પંચાયતમાં આ ફેબ્રુઆરી મહિનામાં સ્વચ્છ ભારત મિશન હેઠળ સરેરાશ એક કરોડની ગ્રાન્ટ આવી હતી. આ ગ્રાન્ટ સ્વચ્છતા માટે ગ્રામ પંચાયત કક્ષાએ કરેલ શોકપીટના ખર્ચ પેટે ચૂકવવાની હતી. આ દરમ્યાન 12 ફેબ્રુઆરીથી થયેલી ચૂકવણાની પ્રક્રિયામાં એક મોટો ખુલાસો કહો કે આક્ષેપ કચેરીમાંથી ઉઠ્યો છે. નામ નહિ આપવાની શરતે અધિકારીએ જણાવ્યું કે, સ્વચ્છ ભારત મિશન શાખાનાં એકાઉન્ટન્ટ બાબુ ચારેલે તત્કાલીન ટીડીઓના નામે મોટાપાયે ટકાવારી લીધી છે. 90 લાખની ગ્રાન્ટમાં 10ટકા લેખે ટકાવારી ઉઘરાવી હોવાનું સરપંચો પાસેથી જાણ્યું હોવાનું અધિકારી કહે છે. આ અત્યંત ગંભીર બાબત હોઈ એકાઉન્ટન્ટને પૂછતાં શું કહ્યું તે વાંચો નીચેના ફકરામાં.
ફેબ્રુઆરી મહિનામાં આવેલી ગ્રાન્ટ મામલે ટકાવારી બાબતે પૂછતાં એકાઉન્ટન્ટ ચારેલના 2 વાક્યો પૈકી એક વાત મોઢે આવી પછી ફેરવી દીધી હતી. ચારેલે જણાવ્યું કે, એકને ટકાવારી લેવાની હોતી નથી પછી અટલ સમાચાર ડોટ કોમ દ્વારા પૂછ્યું કે ભલે એકને નથી લેવાની તો તમે પણ લીધી હોય ને. તો એકાઉન્ટન્ટ ચારેલે જણાવ્યું કે, ટકાવારી લીધી જ નથી અને આવી કોઈ વાત નથી. આ પછી સમગ્ર મામલે ટીડીઓ પટેલને પૂછતાં જણાવ્યું કે, ચેક કરાવી લઉં પછી વાત કરૂ. હવે એક વાત સ્પષ્ટ સવાલ બને કે, શું તત્કાલીન મનરેગા એકાઉન્ટની જેમ એસબીએમ એકાઉન્ટન્ટ ચારેલ પણ ભ્રષ્ટાચાર આચરી રહ્યા છે ? આવતાં રિપોર્ટમાં મોટો ઘટસ્ફોટ કરીએ.