ગંભીર@ચાણસ્મા: મહાકાય નર્મદા કેનાલમાં ભ્રષ્ટાચારના ગાબડાંથી જળસંચય, ઈજનેરોનો વહીવટ ભાગ-1
અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી
ચાણસ્મા સ્થિત એસએસએનએલની કેનાલમાં ગાબડું પડવાના અને ખેતીની જમીનમાં નુકસાનના ખૂબ સમાચારો જોયા વાંચ્યા હશે. આજે એક નવી અને ચોંકાવનારી વિગતો સપાટી ઉપર આવતાં સવાલો ઉભા થયા પરંતુ ભ્રષ્ટાચાર/બેદરકારીથી આડકતરો વિકાસ થતો હોવાનો રિપોર્ટ આવ્યો છે. કંબોઈ નજીકથી પસાર થતી મહાકાય નર્મદા કેનાલમાં પડેલું ભ્રષ્ટાચારનું રિપેર થવાનું હોય ત્યારે થશે પરંતુ ભૂર્ગભ જળસંચયને મદદ મળી રહી છે. આ ગાબડું ક્યારે પડ્યું તે સવાલ કરતાં સૌથી મોટી વાત આખાં ગામને દેખાતું ગાબડું ચાણસ્મા ઈજનેરોને કેમ ધ્યાને નથી? શું ચાણસ્મા નર્મદા ઓફિસના ઈજનેરો ભ્રષ્ટાચારના ગાબડાંથી સિંચાઇ સાથે જળસંચય અભિયાન ચલાવી રહ્યા છે? આ સૌથી મોટો સવાલ બન્યો છે. કેનાલ માઇનોર નથી પરંતુ મહાકાય કેનાલમાં ગાબડું પડવું અને અવિરત પાણીનો પ્રવાહનો કેટલોક ભાગ ગાબડાંના ખાડામાં જઈ રહ્યો છે. આ અંગે કચેરીના ઈજનેરનો વારંવાર સંપર્ક કરવા છતાં ફોન ઉપાડ્યો નહોતો. જાણીએ સિંચાઇ સાથે આડકતરું ભ્રષ્ટાચારી જળસંચયનો રીપોર્ટ.
પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના કંબોઈ નજીકથી પસાર થતી નર્મદાની ખૂબ મોટી કેનાલના એક ભાગમાં છેલ્લા કેટલાક દિવસોથી ગાબડું પડ્યું છે. આ ગાબડું હાલમાં પાણી અવરોધતુ નથી કે, ખેતરમાં નુકસાન નથી કરતું પરંતુ બેદરકારી અથવા ભ્રષ્ટાચારના ગાબડાં પાણી જેટલું આગળ જવું જોઈએ તેમાં કાપ થઈ રહ્યો છે. આ કાપ થતું પાણી ગાબડાંને લીધે ભૂગર્ભ મારફતે જળસંચયને જરૂર મદદ કરી રહ્યું છે. આ અંગે નર્મદા કેનાલના ઈજનેર વેદજીને અનેકવાર સંપર્ક કરતાં ફોન ઉપાડવાનું ટાળ્યું હતુ. નીચેના ફકરામાં વાંચો ચોંકાવનારી પરિસ્થિતિ.
સૂત્રોએ જણાવ્યું હતું કે, આ મહાકાય કેનાલમાં પડેલું ગાબડું હાલમાં નાનું જણાય પરંતુ પાણીનો ધસમસતો પ્રવાહ અને સતત વેગ સાથે આવતું પાણી ગાબડાંને મોટું બનાવી શકે છે. આ પછી ભ્રષ્ટાચારના જળસંચયને બદલે સરકારના નાણાંકીય હિતને નુકસાન કરી શકે તો સાથે સાથે આસપાસના ખેતીલાયક જમીન, રાહદારીઓ અને જમીન ઉપરની ઉપયોગી વસ્તુઓ જળમગ્ન કરી શકે તેવી શક્યતા કેમ નહિ તે સૌથી મોટી સવાલ છે. જાણકારોના મતે, મસમોટી કેનાલમાં પાણીનાં પ્રવાહ વચ્ચે રીપેરીંગ થોડું મુશ્કેલ છે પરંતુ ગાબડું રહેવા દેવું પણ ભ્રષ્ટાચાર/બેદરકારીને ઉઘાડો પાડે છે તે સ્વીકારવું પડે તેમ છે.