કાર્યવાહી@સાગટાળા: પોલીસે ફીલ્મી ઢબે પીછો કરી ગૌવંશની હેરાફેરી પકડી, 2 આરોપી ઝબ્બે

સરેરાશ 5.61 લાખનો મુદ્દામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી 
 
સાગટાળા પોલીસની કામગીરી

અટલ સમાચાર ડોટ કોમ, દાહોદ 

દેવગઢબારિયા તાલુકાની સાગટાળા પોલીસ ટીમે આજે ગૌવંશની ગેરકાનૂની હેરાફેરીને ઝડપી મોટી કાર્યવાહી કરી છે. જિલ્લા પોલીસ વડાની સુચના અન્વયે જેવી સાગટાળા પોલીસ સ્ટેશનને જાણ થતાંની સાથે તુરંત ટીમ બનાવી પીકપ ડાલાનો પીછો કર્યો હતો. બરોબર ફીલ્મી ઢબે શંકાસ્પદ વાહન પાછળ પીછો કરી આખરે પકડી પાડી તપાસ કરતાં 3 ગૌવંશને બાંધેલી હાલતમાં જોવા મળી હતી. આ દરમ્યાન વાહનચાલક સાથે એક ઈસમની પૂછપરછ કરી અને સરેરાશ 5 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

દાહોદ જિલ્લાના દેવગઢબારિયા તાલુકામાં આવતાં સાગટાળા પોલીસ મથક દ્રારા આજે ગૌવંશને બચાવને લગતી કામગીરી કરી હતી. સર્કલ પીઆઇ કે.કે રાજપૂતની સુચના હેઠળ સાગટાળા પીએસઆઇ અને તેમની ટીમ ગૌવંશની ગેરકાયદેસર હેરાફેરી સામે વોચમાં હતી. આ દરમ્યાન અચાનક એક શંકાસ્પદ પીકપ ડાલું પૂરપાટ ઝડપે પસાર થતાં સાગટાળા પોલીસની ટીમે તાત્કાલિક અસરથી પીછો કરી પકડી લેવા દોડધામ કરી હતી. આગળ પીકપ ડાલું અને પાછળ સાગટાળા પોલીસની ગાડી એટલે કે ફિલ્મી ઢબે પીછો કરી આખરે પોલીસે શંકાસ્પદ ડાલુ પકડી પાડ્યું હતુ. જેની તપાસ કરતાં ખીચોખીચ 3 ગૌવંશને બાંધેલા જોવા મળતાં ધોરણસરની કાર્યવાહી શરૂ કરી હતી. જેમાં વાહનચાલક હુસેન કાળુંભાઇ ઘાંચી અને સત્તાર કાળુભાઇ ઘાંચીને પકડી સરેરાશ 5,61,000નો મુદ્દામાલ કબજે લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ સમગ્ર કાર્યવાહી સાગટાળા પોલીસના પીએસઆઇ સાથે અજય ચૌધરી અને રાજ પટેલ સહિતના કર્મચારીઓએ કરી હતી.