નિવેદન@અંબાજી: ગરબામાં આવતા લોકોને ગંગાજળ અને ગૌમૂત્ર પીવડાવીને પ્રવેશ આપો: ધીરેન્દ્ર શાસ્ત્રી
અટલ સમાચાર, ડેસ્ક
અંબાજી પધારેલા બાગેશ્વર બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીએ નિવેદન આપ્યું હતું કે, ગરબામાં આવતો લોકોને ગંગાજળ તેમજ ગૌ મૂત્ર પીવડાવીને પ્રવેશ આપવો જોઈએ. અંબાજીમાં બાબા બાગેશ્વર ધામનાં ધીરેન્દ્ર શાસ્ત્રીનાં દિવ્ય દરબાર પહેલા એક પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું. જેમાં બાગેશ્વર બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું હતું કે હિંદુઓને જગાડવા અને એકત્રિત કરવા તેઓ પગપાળા યાત્રા કરશે.સનાતન એજ જીવનનો રસ્તો છે. તેનાથી જ વિશ્વમાં શાંતિ થશે. ધીરેન્દ્ર શાસ્ત્રી ભારતભરમાં પગપાળા યાત્રા કરશે. મારે ત્યાં બધાની અરજી સ્વીકાર થાય છે. મારી અરજી માં અંબાએ સ્વીકારી છે.
રાજ્યમાં વધી રહેલા લવ જિહાદનાં કિસ્સાઓને લઈ ધીરેન્દ્ર શાસ્ત્રીએ જણાવ્યું હતું કે,સ્કૂલ-કોલેજમાં લવ જિહાદ ફેલાઈ રહ્યો છે. નવરાત્રીમાં ગરબામાં ભાઈચારાના નામે આવતા મુસ્લિમ યુવકો પોતાની બહેનોને પણ ગરબામાં લાવી બહેનચારો પણ કરે. આયોજકોએ ગરબામાં આવતો લોકોને ગંગાજળ તેમજ ગૌ મૂત્ર પીવડાવીને પ્રવેશ આપવો જોઈએ.